Daily Horoscope
✕

શ્રી કૃષ્ણ ભગવાનનો થાળ

Updated: શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2026 (10:43 IST)

થાળ

જમવા આવો રે હો કાનુડા, ના આવો તો મારાં સમ્મ...
જમવાઊના ઊના તે ઢેબરાં આપશું, મેં તો છાસ વઘારી છે છમ્મ... જમવા [1] 
 
મહી, માખણ ને મિસરી આપશું, તું ધીરો પડ, જરીક ખમ્મ...
જમવાજળ જમુનાની ઝારી ભરાવશું, ખાઈ-પી ને આંગણામાં રમ્મ... જમવા
ALSO READ: શ્રી કૃષ્ણ ભગવાનની આરતી- ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા
 

થાળ 2 

જમવા આવો રે હો કાનુડા,
ના આવો તો મારાં સમ્મ…જમવા.
ઊના ઊના તે ઢેબરાં આપશું,
મે તો છાસ વઘારી છે છમ્મ….જમવા.
મહી,માખણ ને મીસરી આપશું,
તું ધીરો પડ,જરીક ખમ્મ….જમવા.
જળ જમુનાની ઝારી ભરાવશું,
ખાઈ -પી ને આંગણામા રમ્મ…..જમવા.
 

થાળ – ૨.(રાગ – જય જય સંતોષી માતા.)

આવજે તું આવજે,કાનુડા તું આવજે,
જમવા અમારે દ્વાર આવજે.
વાટલડી જોઉં છું, ઊભી છું બારણે,
કરવા હુ તારો સત્કાર..આવજે.
ભોજન તૈયાર છે, તારી  બસ વાર છે,
કરતો ના આવવાને વાર,,,,આવજે.
રૂડા ભોજનીયા ભાવે બનાવિયા,
ઠાર્યો છે મોહન થાળ…..આવજે.
કમોદના ભાત છે,સુરણ ની દાળ છે,
છમછમતો  કીધો વઘાર…..આવજે.
જમુના ના નીર છે,આંખડી અધીર છે,
મારે તે ઝુંપડે પધાર….આવજે.
સુંદર મુખવાસ છે,વરીયાળી ખાસ છે,
કરવાને મારો ઉદ્ધાર…..આવજે.

થાળ – ૩.( રાગ – લે કે પહેલા પહેલા પ્યાર)

જમવા આવોને ગોપાલ,પીરસી મેલ્યા મે તો થાળ,
પ્રેમે પૂજું તમારા ચરણ નંદલાલ…
તાજાં માખણ ના મે તો ઘૃત દીધાં તાવી,
ઘીમાં શેકીને મે તો લાપસી બનાવી,
તીખી તમતમતી છે દાળ,પ્રેમે કીધા મે તો વાલ….જમવા..
મોણ નાખીને મે તો પૂરી રે બનાવી,
દહીં ને ભીંડાની મે તો કઢી રે બનાવી.
ઊનો ફળફળતો છે ભાત,માંહી લવિંગની કમાલ….જમવા.
લીલી તુવેરો નાખી,રીંગણ બનાવ્યા,
મારવાડ દેશના મે તો મૂળા સમાર્યા,
રાયતાં,અથાણાં,સલાડ જમજો ધીરે ધીરે લાલ…જમવા..
ઝારીએ ગાળીને મુક્યાં યમુનાના પાણી,
પાન તણા બીડલાં લેજો સારંગપાણિ,
દેખી મુખ તો લાલમલાલ,આવે કાનુડા પર વ્હાલ….જમવા..
 

થાળ – ૪.
( રમતો રમતો જાય,આજ મા નો ગરબો રમતો જાય ના રાગ પર)

હસતો હસતો ખાય,વા’લો મારો હસતો હસતો ખાય.
ભોજન જો ભાવે પીરસાય તો વા’લો મારો હસતો હસતો ખાય.
બેસવાને માટે રૂડા મંડપ ન માગતો,
મનનું આસન પથરાય તો વ્હાલો મારો…..
પાંત્રીસ પકવાન એને કશા નથી કામના,
પ્રેમથી જો રોટલો પીરસાય તો વ્હાલો મારો…
વિધ વિધ વાનગી ન જામે એતો ઠાઠથી,
ચટણી મા ચિત્ત પરોવાય તો વ્હાલો મારો….
મેવા મિષ્ટાન્ન ભલે મુક્યા હોય માન થી,
ભાવનાનું ભૈડકું રંધાય તો વ્હાલો મારો….
 કરમા નો  ખીચડો ને શબરી ના બોર સાથે,
વિદુર ની ભાજી આરોગાય તો વ્હાલો મારો….
જળની તે ઝારી અને મુખવાસ ન માગે,
નયનોથી નીર જો વહી જાય તો વ્હાલો મારો…
ભક્તિ-શ્રધ્ધા થી ઝટ રીઝે જદુરાયજી
ભક્તો જો ઘેલાં ઘેલાંથાય તો વ્હાલો મારો….

વધુ જુઓ..

ધનતેરસ પર ભગવાન કુબેર અને માતા લક્ષ્મીને ધરાવો આ 4 ખાસ મીઠાઈઓનો નૈવેદ્ય, જાણો સરળ રેસિપી

મકાઈના પૌવા નો ચેવડો (Corn Flakes Chivda) – ઓછા તેલમાં બનાવો મસાલેદાર અને ક્રિસ્પી ચેવડો

કચ્છી સાટા બનાવવાની રીત / Sata Kutchi Gujarati Traditional Recipe

દિવાળી ફરસાણ - ચોળાફળી Chorafali

થાઇરોઇડ કંટ્રોલ કરવા માંગો છો તો રોજ કરો જાલંધર બંધ યોગનો અભ્યાસ, જાણો કરવાની રીત

વધુ જુઓ..

Dhanteras પર ખાલી વાસણ ઘરેલ લાવવું કેમ અશુભ માનવામાં આવે છે ? જાણો તેની પાછળનું ધાર્મિક કારણ

Dhanteras 2021 - ધનતેરસની પૌરાણિક કથા

Dhanteras Shubh Yog 2026: ધનતેરસ પર બની રહ્યો છે દુર્લભ સંયોગ, આ 5 રાશીઓ પર મહેરબાન રહેશે માં લક્ષ્મી

Aaj Nu Panchang-આજનુ પંચાગ - 4, નવેમ્બર 2026

ધનતેરસના દિવસે આ 10 વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ, જાણો તેનું મહત્વ

આગળનો લેખ
Show comments