નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી lyrics
ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા,
હરખને હુલામણે શામળિયા ઘેર આવ્યા.
માતા જશોદા કુંવર કાન ઘેર આવ્યા,
ઝીણે ઝીણે મોતીડે ચોખલિયે વધાવ્યાં રે — ઉતારો...
કૂબડાને રૂપવંતા કીધા,
વેદોને મનગમતાં લીધા,
અનેક દૈત્ય સંહાર્યા,
ભક્તજનોના ફેરા ટાળ્યા — ઉતારો... [1]
કૂબજા દાસી ચરણે રાખી,
વેદવ્યાસ ઉગાર્યા રે,
કચ્છરૂપે કરણી કીધી,
સઘળી પૃથ્વી જીતી લીધી — ઉતારો...
નંદઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી જય કનૈયા લાલ કી.
સુરેન્દ્ર વંદન પ્રભુ દર્શન દીધા,
જનમ સુધારી કાજે અમીરસ પીધા — ઉતારો આરતી..