Daily Horoscope
✕

ઘરે બનાવો ઢાબા સ્ટાઇલ કઢાઈ ચિકન, સ્વાદ એવો કે આંગળીઓ ચાટી જશો

Updated: રવિવાર, 5 જુલાઈ 2026 (14:46 IST)
જો તમને રેસ્ટોરન્ટ કે ઢાબા સ્ટાઇલ ચિકન ખાવાનો શોખ હોય, તો આ કઢાઈ ચિકન રેસિપી ચોક્કસ ટ્રાય કરો. મસાલેદાર ગ્રેવી અને તાજા શાકભાજી સાથે બનતી આ વાનગી રોટલી, નાન કે જીરા રાઇસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
 

સામગ્રી

ચિકન – 500 ગ્રામ
ડુંગળી – 2 (બારીક સમારેલી)
ટામેટાં – 3 (બારીક સમારેલા)
લીલા મરચાં – 2
આદુ-લસણની પેસ્ટ – 2 ચમચી
શિમલા મરચું (કેપ્સિકમ) – 1 (ચોરસ ટુકડામાં કાપેલું)
ધાણા પાઉડર – 2 ચમચી
લાલ મરચું પાઉડર – 1 ચમચી
હળદર – ½ ચમચી
ગરમ મસાલો – 1 ચમચી
કસૂરી મેથી – 1 ચમચી
તેલ અથવા ઘી – 3 ચમચી
મીઠું – સ્વાદ મુજબ
લીલા ધાણા – સજાવટ માટે
કઢાઈ મસાલા માટે
ધાણા – 2 ચમચી
જીરું – 1 ચમચી
કાળા મરી – ½ ચમચી
સૂકા લાલ મરચાં – 2

બનાવવાની રીત
 

સૌપ્રથમ કઢાઈ મસાલા માટે ધાણા, જીરું, કાળા મરી અને સૂકા લાલ મરચાંને હળવાશથી શેકી લો અને દરદરા પીસી લો.
એક કઢાઈમાં તેલ ગરમ કરીને ડુંગળી સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
હવે તેમાં આદુ-લસણની પેસ્ટ અને લીલા મરચાં ઉમેરી 2 મિનિટ સુધી શેકો.
ત્યારબાદ ટામેટાં, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર અને મીઠું ઉમેરી મસાલો સારી રીતે ચઢવા દો.
મસાલામાં ચિકન ઉમેરી 8-10 મિનિટ સુધી સારી રીતે શેકો.
હવે તૈયાર કરેલો કઢાઈ મસાલો ઉમેરી મિક્સ કરો અને જરૂર મુજબ થોડું પાણી ઉમેરો.
ચિકન લગભગ રંધાઈ જાય ત્યારે તેમાં કેપ્સિકમ અને કસૂરી મેથી ઉમેરો.
5-7 મિનિટ સુધી ધીમી આંચ પર રાંધો.
અંતે ગરમ મસાલો અને લીલા ધાણા ઉમેરી ગેસ બંધ કરી દો.
About Author
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... Read More

વધુ જુઓ..

જન્મદિવસની કેક પર મીણબત્તીઓ ફૂંકવી પડી શકે છે ભારે! બેક્ટેરિયા 14 ગણાં વધે છે, ચોંકાવનારા અભ્યાસમાં ખુલાસો

દાહોદમાં CMનો ત્રણ દિવસીય પ્રવાસ: બિરસા મુંડાને શ્રદ્ધાંજલિ, આદિવાસી પરિવારના ઘરે ભોજન અને યુવાનો સાથે કરશે સીધો સંવાદ

સેમસંગ ગેલેક્સી S27 શ્રેણી અંગે એક મોટો ખુલાસો, S27 અને S27 પ્લસ અંગે આ સમાચાર સામે આવ્યા છે

એનએલસી ઈંડિયા - સરકારી કંપનીમાં 145 પદ પર ભરતી, 2.60 લાખ સુધીનો પગાર, કોણ કરી શકે છે અરજી ? જાણો બધી શરત

ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી યોગીએ દિલ્હીમાં એક કલાક લાંબી બેઠક કરી. આ બેઠકનો હેતુ શું હતો?

વધુ જુઓ..

Amla Navami 2026: આજે આમળા નવમી, આ વસ્તુઓનું જરૂર કરો દાન, મળશે અક્ષય પુણ્યનું ફળ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 18, નવેમ્બર 2026

વિષ્ણુ ચાલીસા - Vishnu Chalisa Lyrics in Gujarati

વિષ્ણુ આરતી - ઓમ જય જગદીશ હરે...

Aaj Nu Panchang- આજનુ પંચાગ -17, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments