suvichar
✕

કેબિનેટ મંત્રી ગણપત વસાવાનો પુત્ર હોમ ક્વોરન્ટીન રહેવાને બદલે ગાંધીનગર પહોંચી ગયો

Updated: મંગળવાર, 31 માર્ચ 2020 (12:55 IST)
ગુજરાતના આદિજાતિ વિકાસ મંત્રી ગણપતસિંહ વસાવાનો પુત્ર પ્રદ્યુમન 23 માર્ચે વિદેશ પ્રવાસ કરી મુંબઇથી સૂરત આવ્યો હતો. સૂરત આવ્યા બાદ હોમ ક્વોરન્ટીન રહેવાને બદલે તે ગાંધીનગરમાં મંત્રી આવાસમાં તેના પિતાને ફાળવાયેલાં સરકારી બંગલે આવી ગયો હતો. એક મંત્રીના અંગત સ્ટાફના જણાવ્યા અનુસાર પ્રદ્યુમન ક્યારે ગાંધીનગર આવ્યો તેની કોઇને ખબર નથી અને મંત્રી વસાવાના બંગલામાં તમામ હિલચાલ પણ સામાન્ય જ હતી. કોઇ વ્યક્તિને અહીં ક્વોરન્ટીન હેઠળ રખાયાં હોય એવી કોઇ સૂચના દર્શાવતું પોસ્ટર પણ ન હતું. પ્રદ્યુમન હાલ ઘરે જ ક્વોરન્ટીન હેઠળ છે અને મંત્રી વસાવાના બંગલા પર નોટિસ ચોંટાડવામાં આવી હોવાનું ગાંધીનગર પાલિકાના ડેપ્યુટી કમિશ્નર પી સી દવેએ જણાવ્યું હતું. જો કે પ્રદ્યુમન ક્યારથી ઘરમાં ક્વોરન્ટીન છે અને સૂચના ક્યારે લગાવવામાં આવી તેનો જવાબ સાંપડ્યો ન હતો.આ તરફ ગણપત વસાવાએ જણાવ્યું કે, પ્રદ્યુમન વિદેશથી મુંબઇ એરપોર્ટ પર ઉતર્યો હતો અને ત્યાંથી સૂરત આવી સ્થાનિક આરોગ્યતંત્રની હેલ્પલાઇન પર ફોન કરી તેની વિગતો આપી હતી અને હવે તે ગાંધીનગરમાં હોમ ક્વોરન્ટાઇન રહેશે. સૂરતની યાદીમાં તેનું નામ શરતચૂકથી રહી ગયું હતું અને હવે તે હટાવી દેવાયું છે.

વધુ જુઓ..

શુ લીંબુ પાણી પીવાથી ખરેખર ઝડપથી વજન ઘટે છે ? જાણો શુ કહે છે વિશેષજ્ઞ

Diwali Snacks Planning for Working Women- વર્કિંગ વુમન માટે દિવાળી નાસ્તા પ્લાનિંગ

કરવા ચોથના વ્રતનો ઉપવાસ છોડતી વખતે અથવા પૂજામાં નૈવેદ્ય ધરાવવા માટે સ્વાદિષ્ટ શીરો અને ફૂલેલી, નરમ પૂરીનો પરંપરાગત ખૂબ જ લોકપ્રિય છે

દિવાળી સ્પેશિયલ પરંપરાગત રેસીપી

કરવા ચોથ પર સૂર્યોદય પહેલા સરગી ખાવાની પરંપરા

વધુ જુઓ..

કેવો લાઈફ પાર્ટનર ઈચ્છે છે સાઈ પલ્લવી ? અમિતાભ બચ્ચને કર્યો સવાલ, રામાયણની સીતાના જવાબ પર લોકોએ પાડી તાળીઓ

'તેને મારી જરૂર છે...': જ્હાન્વી કપૂર માટે શિખરે છોડી દીધો હતો અભ્યાસ, શ્રીદેવીના નિધન બાદ લંડનથી દોડી આવ્યા હતા બોયફ્રેન્ડ!

દિવાળીની સફાઈ જોક્સ

અનુષ્કા શર્મા-વિરાટ કોહલી કનૈયાની ભક્તિમાં થયા લીન, મુંબઈમા કૃષ્ણા દાસના લાઈવ કીર્તનમાં થયા સામેલ, ભજન પર ઝૂમ્યા

ઈશા અંબાનીને બર્થડે પર BFF ઓરી તરફથી મળી ખાસ સરપ્રાઈઝ, રીક્રીએટ કર્યુ શાહરૂખ-કાજોલનુ આઈકૉનિક ગીત, વીડિયો વાયરલ

આગળનો લેખ
Show comments