બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 31 માર્ચ 2020 (12:47 IST)

અમદાવાદમાં વધુ 2 પોઝિટિવ કેસ નોધાયા, રાજ્યમાં સૌથી વધુ 25 કેસો શહેરમાં નોંધાયા

અમદાવાદમાં વધુ 2 પોઝિટિવ કેસ નોધાયા, રાજ્યમાં સૌથી વધુ 25 કેસો શહેરમાં નોંધાયા
અમદાવાદ શહેરમાં વધુ બે પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તેની સાથે અમદાવાદમાં પોઝિટિવ કેસોની આંકડો 25 પર પહોંચી ગયો છે. આજે નોંધાયેલા બે કેસ પૈકી એક અમદાવાદ શહેરનો અને બીજો ગ્રામ્યનો છે. તો રાજ્યમાં આ આંક 73 પર પહોંચ્યો છે. ગઈકાલે અમદાવાદમાં એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. અમેરિકાના એટલાન્ટાથી આવેલા મેમનગરના 39 વર્ષીય યુવકને એસવીપીમાં દાખલ કરવામાં આવ્યો હતો.
 
અમદાવાદનો આ પહેલો કેસ છે જેમાં 17મા દિવસે કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો છે. અગાઉ બે વખત આ યુવકના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. મેમનગરમાં રહેતા 39 વર્ષીય યુવક એટલાન્ટાથી પરત આવ્યા બાદ 28 માર્ચે એસવીપીમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.  ગાઈડલાઈન મુજબ કોરોનામાં ઈન્ક્યુબેશન પિરિયડ 14 દિવસનો છે.ત્યારે 17મા દિવસે યુવકનો રિપોર્ટ પોઝિટિવ આવતા મ્યુનિ. હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા અને 14 દિવસના ઈન્ક્યુબેશન પિરિયડની વાતનો છેદ ઉડી ગયો છે.
 
મેમનગર વિસ્તારમાં રહેતા 39 વર્ષીય યુવક 11 માર્ચે અમદાવાદ આવ્યો હતો. ત્યારબાદ તે હોમ ક્વોરન્ટીન હેઠળ હતો. તે દરમિયાન તેને તાવ, શરદી સહિતના લક્ષણો જોવા મળ્યા હતા. જો કે, જે-તે સમયે મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા તેના નમૂના લેવામાં આવ્યા હતા. 14 દિવસમાં બે વખત લીધેલા નમૂનાના પરીક્ષણમાં તેનો રિપોર્ટ નેગેટિવ જાહેર થયો હતો. પરંતુ 28 માર્ચે વધુ તાવ આવતાં તેને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સોમવારે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેના પરિવારના 6 સભ્યો અને તેની સાથે કામ કરતાં 4 લોકો મળી કુલ 10ને ક્વોરન્ટીન હેઠળ મૂકી દેવામાં આવ્યા છે.