દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના "ઘરે રહો, સુરક્ષિત રહો"ના મંત્રને ધ્યાને રાખી રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ લોકોને તંત્રને સહાય કરવા અપીલ કરી છે. આ ઉપરાંત હાલ પોલીસ પણ માઇક અને સ્પીકરના માધ્યમથી ઘરમાં રહેવા
આજે રાજકોટમાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આ સાથે પોઝિટિવ કેસની સંખ્યા 10 થઈ છે. આ દર્દી અમદાવાદમાં જોબ કરે છે ને તા.20મી માર્ચે અમદાવાદથી રાજકોટ આવેલ. તેને તા. 25 માર્ચથી લક્ષણો દેખાવાના શરૂ થયા હતા. તેને તા.29મી માર્ચે એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલઅને આજે તેમનો ટેસ્ટ પોઝિટિવ આવેલ છે.
વિશેષમાં અમદાવાદમાં કોરોના પોઝિટિવના દર્દીના સંપર્કમાં આવતા રાજકોટના આ દર્દીને ઇન્ફેક્શન લાગ્યું છે.
