શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: સોમવાર, 30 માર્ચ 2020 (19:15 IST)

પ્રથમ કોરોના પોઝીટીવ હતી એક 57 વર્ષીય સ્ત્રી. જે ઝીંગા વેચતી હતી, એક મહિનાની સારવાર, હવે છે સ્વસ્થ

સમગ્ર વિશ્વમાં કહેર વરસાવનારો  કોરોનાવાયરસ વિશે એક મોટા સમાચાર છે.  આ બીમારીના પ્રથમ દર્દીની જાણ થઈ ગઈ છે. તે એક  57 વર્ષીય મહિલા છે જે ચીનના વુહાનમાં ઝીંગા વેચતી હતી. વીઈ ગુજિયાંને પેશન્ટ ઝીરો કહેવામાં આવી રહી છે. પેશંટ  જીરો એ દર્દી  હોય છે જેમાં રોગના લક્ષણો પ્રથમ જોવા મળે છે. વિશેષ વાત એ છે કે લગભગ એક મહિનાની સારવાર બાદ આ મહિલા સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ છે.
 
ધ વૉલ સ્ટ્રીટ જર્નરલે અહેવાલ આપ્યો છે કે મહિલાને 10 ડિસેમ્બરે વુહાનને હુનાન સી-ફૂડ માર્કેટમાં પ્રોન વેચતી વખતે ચેપ લાગ્યો હતો. આ સમય દરમિયાન તેણે જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યો હતો અને તે પછી તે શરદીનો ભોગ બની હતી. 
 
31 ડિસેમ્બરે વુહાન મ્યુનિસિપલ હેલ્થ કમિશન દ્વારા આ મહિલાનુ પ્રથમ નામ જાહેર કરવામાં આવ્યુ હતુ. વેઈ એ 27 દર્દીઓમાં હતી જેને પ્રથમ કોરોનાવાયરસ ચેપ લાગ્યો હતો. આ 27 દર્દીઓમાંથી 24 લોકોને ડાયરેક્ટ એ જ સીફૂડ માર્કેટમાંથી ચેપ લાગ્યો હતો જ્યાં આ મહિલા પ્રોન વેચતી હતી. જો કે, પાછળથી ઘણા વિરોધાભાસી અહેવાલો આવ્યા હતા જેમાં ચીની સરકારે ઇનકાર કર્યો હતો કે ઝીરો પેશંટ  મળી આવ્યો છે. 

પ્રથમ કેસ તેથી ઝીરો પેશંટ 
 
પહેલા નોંધાયેલા કેસ તરીકે, વીઈને પેશન્ટ ઝીરો માનવામાં આવી રહ્યા છે, પરંતુ ચીન સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. તેનાથી વિરુદ્ધ, ચાઇનીઝ અખબાર 'ગ્લોબલ મીડિયા' એ દાવો કર્યો હતો કે આ વાયરસ અમેરિકી સૈન્ય પ્રયોગશાળામાં વિકસિત થયો હતો અને તે ઓક્ટોબરમાં વુહાનમાં આયોજિત વર્લ્ડ લશ્કરી રમતોત્સવ દરમિયાન સાયકલિસ્ટ મઝાત્જે બેનાસી કોરોનાવાયરસનો સ્રોત હતો. આ પછી ચીન અને અમેરિકા વચ્ચે શબ્દોનું યુદ્ધ થયું હતું અને બંને દેશોએ એકબીજા પર આરોપ લગાવ્યો હતો.
 
આ રીતે સામે આવ્યું નામ 
 
ચાઇના ન્યૂઝ વેબસાઇટ, ધ પેપરના રિપોર્ટના હવાલે આ મહિલાના  પેશન્ટ ઝીરો હોવાના સમાચારને આખા વિશ્વમાં મીડિયાની હેડલાઇન્સ બનાવવામાં આવી છે. બ્રિટનના ધ મિરર ઉપરાંત સિડનીના ન્યૂઝ ડોટ કોમ ઓસ્ટ્રેલિયા, ભારતમાં પીટીઆઈ અને આઈએએનએસએ પણ આ મહિલા દર્દીને પેશન્ટ ઝીરો  હોવાનું જણાવી દીધું છે.
 
સોથી પહેલા 6 માર્ચે, વોલ સ્ટ્રીટ જર્નલલે પોતાનો  ઈન્વેસ્ટીંગ રિપોર્ટ બનાવ્યો
 
Coronavirus Misstepsમાં વીઈ ગુજિયાંનું નામ છપાયું હતું. વૉલ સ્ટ્રીટના પત્રકાર જેરેમી પેજ, વેનજિંગ ફેન અને નતાશા ખાન રિપોર્ટમાં ચીનની ભૂલો પરથી પડદા ઉઠાવવામા આવ્યો છે. વુહાનના શંકાસ્પદ પેશન્ટ ઝીરોની તપાસ, આ મામલામાં ચાઇનાના ત્રણેય નેતાઓના વલણ અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી, કોરોનાવાયરસ એટલી ઝડપથી ફેલાયો કે પેશન્ટ ઝીરો પરથી લોકોનું ધ્યાન ભટકાઈ ગયું. 27 માર્ચે યુરોપની  અનેક સમાચાર વેબસાઇટ્સએ ચીનના સૂત્રોના હવાલે  દાવો કર્યો છે કે આ મહિલા દર્દી પેશન્ટ ઝીરો છે 
 
પેશન્ટ ઝીરોનું નિવેદન 
 
વુમન વીઈ  ગુજિયાને જણાવ્યું હતું કે, "મને દરેક વખતે ઠંડા વાતાવરણ (ફ્લૂ) માં શરદી થાય  છે. 10 ડિસેમ્બરે, જ્યારે આવુ થયુ તો એવું જ વિચાર્યું. 
મને થોડો વધુ થાક લાગવા લાગ્યો, પરંતુ તે ગયા વર્ષ જેવું નહોતું. હું તે જ દિવસે નજીકના ક્લિનિક પર દવા લેવા ગઈ. જમ્યા પછી હુ  ફરીથી બજારમાં કામ કરવા લાગી. જ્યારે મારી હાલત ખરાબ થવા લાગી, મેં વુહાનની ધ ઈલેવંથ હોસ્પિટલમાં બતાવ્યું. ત્યાં પણ મારા આ રોગ વિશે કોઈ બતાવી શક્યુ નહી. 
અને મને દવાઓ આપવામાં આવી હતી.
 
 21 દિવસ પછી કોરોના જાહેર
 
5 દિવસ પછી તેણી લગભગ હોશ ગુમાવી બેઠી હતી અને 16 ડિસેમ્બરે વુહાન યુનિયન હોસ્પિટલમાં મહિલાની યોગ્ય તપાસ કરવામાં આવી. ડોક્ટરોએ આ રોગને 'નિર્મમ' તો બતાવી સાથે જ, એમ પણ કહ્યું કે ઘણા લોકોમાં સમાન લક્ષણો જોવા મળ્યા છે. ચીની વહીવટીતંત્રે તેને ડિસેમ્બરમાં ક્વોરોંટઈન કરી. 
અને ત્યારબાદ પ્રથમ વખત  વુહાનના એ સીફૂડ માર્કેટ અને કોરોનાવાયરસનું કનેક્શન  બહાર આવ્યું. 
 
31 ડિસેમ્બરે પ્રથમ વખત, સ્ત્રીની બીમારીને કોરોનાવાયરસ ચેપ તરીકે જાહેર કરવામાં આવી. ગુજિયાંએ કહ્યું હતું કે કદાચ તેને એ  ટોયલેટ પરથી  ચેપ લાગ્યો હતો, જેનો બાકીના વેપારીઓ પણ ઉપયોગ કરે છે.  જાન્યુઆરી .2020 માં તે  સંપૂર્ણ સ્વસ્થ થઈ.
 
સરકાર કાર્યવાહી કરવામાં મોડુ કર્યુ 
 
અહેવાલો અનુસાર, ચીની સરકારે 2019 માં કોરોનોવાયરસ ચેપગ્રસ્ત ઓછામાં ઓછા 266 લોકોની ઓળખ કરી છે. આ મહિલાના સંપર્કમાં આવેલ તેની પુત્રી, તેની ભત્રીજી અને તેનો પતિ પણ કોરોના પોઝિટિવ બન્યા. આ સિવાય તે સીફૂડ માર્કેટના ઘણા વેપારીઓ પણ મહિલાના સંપર્કમાં આવ્યા હતા.વૉલ સ્ટ્રીટ જર્નલ સાથે વાત કરતા પેશન્ટ ઝીરોએ કહ્યું હતું કે, જો ચીની સરકારે સમયસર પગલાં ભર્યા હોત, તો સંખ્યા ઓછી હોત.