શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 4 એપ્રિલ 2020 (12:47 IST)

રાજકોટમાં 16 દર્દી શંકાસ્પદ, 3 બાળકોમાં કોરોનાના વાઇરસ જોવા મળ્યા

corona virus
રાજકોટમાં આજે 31 માર્ચે કોરોના વાઇરસના 16 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ તમામના  લોહીના સેમ્પલ લઇ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરના 4, રૂરલના 2 અને બીજા અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે.16 પૈકી 3 બાળકોમાં કોરોનાના વાઇરસ જોવા મળ્યા છે. ગઇકાલે નોંધાયેલ પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 40 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.  સૌરાષ્ટ્ર રણજી ટીમના ખેલાડી શેલ્ડન જેક્શને ગરીબોમાં કીટ વિતરણ કરી હતી. કીટમાં  દૂધ, છાસ, વેફર, પાણી, ખાખરા, બટર અને બિસ્કિટ રાખવામાં આવ્યા હતા.  આ કીટ ગરીબ લોકોમાં વિતરણ કરવામાં આવી હતી. કીટ વિતરણ કરતી વખતે ગરીબ લોકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ભાવનગરમાં પાંચ પોઝિટિવ કેસ પૈકી એક મહિલાનું મોત નીપજતા મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. વધુ એક મોતને પગલે લોકોમાં એક પ્રકારે ડર છવાયો છે. જ્યારે માર્ગો પરની અવરજવર પણ નહીંવત બની છે. તંત્ર દ્વારા જે વિસ્તારના પોઝિટિવ કેસ નોંધાયા છે ત્યાં બેરીકેટ દ્વારા માર્ગો બંધ કરી દઈ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ આ વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.   કોરોનાના વધી રહેલા કેસને પગલે પોલીસે શહેરના ભીલવાડા, રાણીકા, ઘોઘા રોડ અને વડવા વિસ્તારમાં બેરીકેટ નાખી આ વિસ્તારના લોકોને બહાર જવા પર અંકુશ મૂકી દીધો છે. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં સેનેટાઈઝની કામગીરી પણ હાથ ધરી છે. લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી છે. શહેરમાં સન્નાટો પ્રસરી જતા પોલીસે પણ રાહતનો શ્વાસ લીધો છે. ભાવનગર જિલ્લા અધિકારી વરૂણ બરનવાલે જણાવ્યું હતું કે  સુરત અને અન્ય શહેરોમાંથી ભાવનગર અને જિલ્લાના ગામડાઓમાં દોઢ લાખ લોકો આવ્યા છે તે કાગળ ઉપર છે.  પરંતું છૂપાઈને કે અન્ય ટેન્કરો, વાહનમાં બેસીને આવેલા અઢી લાખથી વધારે લોકોને ટેક કરવું અઘરુ છે. ગામડામાં કોણ અન્ય શહેરોમાંથી આવ્યું છે તે માહિતી મેળવવા હેલ્થ કર્મીઓ જાય છે પણ તેની સાથે ગેરવર્તન કરી રહ્યા છે. લોકોજિલ્લા વિકાસ અધિકારીએ આવા ખરાબ સમયે લોકોને વિવેક સાથે મદદ કરવા અપીલ પણ કરી છે.