Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં 2 વર્ષમાં હિટ એન્ડ રનના 408 અને કસ્ટોડિયલ ડેથ ના 28 કેસ નોંધાયા

બુધવાર, 28 માર્ચ 2018 (17:06 IST)
વિધાનસભામાં એક પ્રશ્નના જવાબમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમદાવાદમાં 31 જાન્યુ. 2018ની સ્થિતિએ 2 વર્ષમાં હિટ એન્ડ રનના 408 કેસ નોંધાયા હતા. જેમાં 244 વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા. આ બનાવોમાં વાહનોની ઓળખ ન થતાં એકપણ આરોપી ઝડપાયો નથી. કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ વિધાનસભામાં પૂછેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે ખુલાસો કરતાં આ જવાબ આપ્યો હતો. જેમાં અમદાવાદમાં જ છેલ્લા બે વર્ષમાં હિટ એન્ડ રનના 408 બનાવ નોંધાયા હોવાનું તેમાં 244 મોત થયા હોવાનું જણાવાયું હતું. આ કેસમાં વાહનની ઓળખ ન થતાં આરોપીઓ સરકારની પહોંચથી બહાર લહેર કરી રહ્યાં છે. એક પણ આરોપી પકડાયો નથી. જેને પરિણામે એક વાહન જપ્ત કરાયું નથી. ઈમરાન ખેડાવાલાના એક અન્ય પ્રશ્નના જવાબમાં સરકારે કસ્ટોડિયલ ડેથ વિશે જણાવાયું હતું. જેમાં અમદાવાદમાં કસ્ટોડિયલ ડેથ ના 28 કિસ્સા નોંધાયા હોવાનું પણ સરકાર દ્વારા ગૃહમાં જણાવાયું હતું.  રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા ટ્રાન્સપરન્સી રાખવા શું પગલાં લેવાયા છે તે વિશે સરકારે જવાબ આપતા કહ્યું હતું કે રાજ્યના તમામ પોલીસ મથકો CCTVથી સજ્જ કરાયા છે. 619 પોલીસ મથકોમાં 7361 CCTV કેમેરા લગાવાયા  છે. રૂ.62 કરોડના ખર્ચે તમામ પોલીસ સ્ટેશનમાં CCTV લગાવાયા છે. મોટા પોલીસ સ્ટે.માં 15, નાના પોલીસ સ્ટે.માં 10 કેમેરા લગાવાયા છે. આ કેમેરા કોના થકી લગાવવામાં આવ્યા તે વિશે પૂછાતા સરકારે જવાબમાં કહ્યું હતું કે 2 કંપનીઓને કેમેરા લગાવવાની કામગીરી સોંપાઈ હતી. જે માટે ગોદરેજને 37 કરોડ, વિપ્રોને 24 કરોડ એમ કુલ 62 કરોડનો ખર્ચ થયો હતો. રાજ્યમાં ગુનાખોરી ડામવા માટે રૂ.335 કરોડના પ્રોજેક્ટ હેઠળ કામગીરી ચાલી રહી છે. જેમાં મહત્વના સ્થળોની સુરક્ષા માટે જુદા જુદા સ્થળે કેમેરા લગાવાશે. રૂ.335 કરોડના ખર્ચે 7463 કેમેરા લગાવવાની કામગીરી કાર્યરત છે. તેમ વધુંમાં સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત વરરાજા બનશે, ગૌરી સ્પ્રેટ સાથે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

ગુજરાતી જોક્સ -પતિ- પતિ-પત્નીનો સંબંધ

ગુજરાતી જોક્સ- સફેદ પેંટ સાથે પીળો શર્ટ

ગુજરાતી જોક્સ - બાપુજી હતા

Gujarat monsoon trip- ગુજરાતમાં જુલાઈમાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments