રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 28 માર્ચ 2018 (13:44 IST)

સાબરકાંઠામાં 11 વર્ષની છોકરીની લાશ 15 દિવસથી માચડા પર પડી રહી છે

સાબરકાંઠામાં એક હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. સાબરકાંઠાના પોશીના તાલુકાના દન્ત્રાલ ગામે એક 11 વર્ષની છોકરીની લાશ 15 દિવસથી માચડા પર મુકી રાખવામાં આવી છે. જો કે તેનું મોત કયા કારણે થયું છે તેની જાણ હજી થઈ નથી. ગામ લોકોએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. ગામ લોકોએ આ અંગે કહ્યું હતું કે જ્યાં સુધી આ બાળકીને મારનાર આરોપી પકડાશે નહીં ત્યાં સુધી અમે તેની અંતિમક્રિયા કરીશું નહીં. આખા ગામમાં આ ઘટનાથી રોષ ભભૂકી રહ્યો છે. બાળકીના મૃતદેહ સાથે તેના થોડા કપડા પણ મુકેલા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ફરી રહ્યો છે. આ મામલે સવાલ એ થાય કે પોલીસ આ મામલે પોતાની કાર્યવાહી કેમ નથી કરી રહ્યાં.