શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 28 માર્ચ 2018 (14:02 IST)

ગરીબો ભૂખે મરે છે ને ઉદ્યોગપતિઓના ડાયરામાં રૂપિયાની રેલમછેલ

ગત રવિવારે સાંજે બાબરાના ચમારડી ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થયું હતું. જેમાં 253 નવયુગલોએ પ્રભૂતામાં પગલા પાડ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને મોમારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહલગ્નનું આયોજન સુરતના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તપરા દ્વારા કરવામાં આવ્યું હતું.
 ત્યારે સમૂહલગ્નના આયોજનને લઇને ગઇકાલે રાત્રે ભજનસંધ્યા અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગોપાલ વસ્તપરાએ લાખો રૂપિયાનો વરસાદ કરતા રૂપિયાના ઢગલા થઇ ગયા હતા. ભજન સંધ્યામાં ભજનીક સુખરામ ધામેલીયા અને લાલજી મોવલીયાએ ભજનની રમઝટ બોલાવી હતી. આથી લોકો સહિત મહાનુભાવોએ 10ની નોટથઈ માંડી 100 રૂપિયા સુધીની નોટોનો વરસાદ કર્યો હતો. સ્ટેજ પર રૂપિયાની ચાદર પથરાઇ ગઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. તો સ્ટેજ નીચે પણ રૂપિયાની રેલમછેલ જોવા મળી હતી.