Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2026 ફાઇનલ: અમદાવાદમાં ક્રિકેટપ્રેમીઓ માટે AMTS-BRTS દોડાવશે વધારાની બસો, જુઓ આખું પ્લાનિંગ

વેબદુનિયા ન્યુઝ ટીમ
શનિવાર, 30 મે 2026 (18:31 IST)
Narendra Modi Stadium
અમદાવાદમાં આવતીકાલે આઈપીએલની હાઈવોલ્ટેજ ફાઈનલ મેચ રમાનાર છે. આ મહામુકાબલાને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે, જેને ધ્યાનમાં રાખીને દર્શકો સ્ટેડિયમ સુધી સરળતાથી અને કોઈ પણ અડચણ વગર પહોંચી શકે તે માટે AMTS-BRTS બસોની સેવામાં મોટો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ALSO READ: રાજસ્થાન રોયલ્સની ટીમ બહાર થતા કુમાર સંગકારાનો ફુટ્યો ગુસ્સો, આ ખેલાડી દ્વારા દગો આપવાને લઈને ઉઠ્યા સવાલ

 નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મહાસંગ્રામ: RCB vs GT

આવતીકાલે અમદાવાદના વિશ્વ પ્રસિદ્ધ અને ઐતિહાસિક નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL 2026ની ફાઈનલ મેચ રમાનાર છે. આ ફાઈનલ મુકાબલામાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને હોમ ટીમ ગુજરાત ટાઈટન્સ (GT) આમને-સામને ટકરાશે. આ ઐતિહાસિક મેચને લઈને લાખોની સંખ્યામાં ક્રિકેટપ્રેમીઓ સ્ટેડિયમ પહોંચે તેવી શક્યતા હોવાથી શહેરમાં ખાસ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
 

 મુસાફરોની સુવિધા માટે તંત્ર સજ્જ

તંત્ર દ્વારા તમામ મુસાફરો અને ક્રિકેટ ફેન્સને સ્ટેડિયમ સુધી સરળતાથી, સુરક્ષિત અને સમયસર પહોંચાડી શકાય તે માટે AMTS અને BRTS દ્વારા સંયુક્ત રીતે બસ સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. મેચના દિવસે ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસન દ્વારા પહેલેથી જ પૂરતું આયોજન કરી લેવામાં આવ્યું છે.
 

 AMTS દ્વારા 16  વધારાની બસો દોડાવાશે

સત્તાવાર માહિતી મુજબ, સામાન્ય દિવસો કરતાં ફાઈનલ મેચના દિવસે મુસાફરોનો ધસારો ખૂબ જ વધારે રહેવાનો અંદાજ છે. આથી લોકોની સુવિધા માટે અને કોઈને પણ હાલાકી ન ભોગવવી પડે તે હેતુથી AMTS દ્વારા ખાસ રૂટ પર વધારાની 16 બસો કાર્યરત કરવામાં આવશે.
ALSO READ: આઈપીએલમાં ક્વાલીફાયર જીતો, મતલબ ચેમ્પિયન બનવુ નક્કી... જાણો શુ છે આખી સ્ટોરી

 સ્ટેડિયમ રૂટ પર BRTSની ૫૨ બસોનો કાફલો

આ ઉપરાંત, BRTS પ્રશાસને પણ કમર કસી લીધી છે અને આવતીકાલે સ્ટેડિયમ રૂટ પર કુલ 52 બસો દોડાવવામાં આવશે. હાલમાં સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં 36 બસો સેવા આપી રહી છે, પરંતુ ફાઈનલ મેચ દરમિયાન વધતા મુસાફરોના ભારે ભારણને ધ્યાનમાં રાખીને બસોની સંખ્યામાં આ મોટો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
 

 પ્રશાસનની અપીલ અને ક્રિકેટનો જામતો માહોલ

ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે પ્રશાસન દ્વારા દર્શકોને પોતાના ખાનગી વાહનો લાવવાને બદલે જાહેર પરિવહન (Public Transport) નો વધુમાં વધુ ઉપયોગ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી સ્ટેડિયમ સુધીની મુસાફરી વધુ સુવિધાજનક બની રહેશે. હાલમાં સમગ્ર અમદાવાદ શહેરમાં ક્રિકેટનો જબરદસ્ત માહોલ જામ્યો છે અને ક્રિકેટપ્રેમીઓમાં ફાઈનલ મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - લગ્ન પાર્ટીમાં

ગુજરાતી જોક્સ - દારૂડિયા

ગુજરાતી જોક્સ - દારૂ અને પાણી

કરણ જોહરે શાહરૂખ ખાનથી લઈને આલિયા ભટ્ટને કર્યા અનફોલો, કારણ જાણીને હેરાન થઈ જશો

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

આગળનો લેખ
Show comments