Daily Horoscope
✕

રણોત્સવમાં આવકની સામે માત્ર 50 ટકા જ ખર્ચ કરાયો: રોજગારીના દિવસોમાં પણ ઘટાડો

Updated: ગુરુવાર, 25 જુલાઈ 2019 (13:04 IST)
કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખાની થીમ પર અમિતાભ બચ્ચને રણોત્સવનો પ્રચાર કરતા રાતો-રાત પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. રણોત્સવ સરકારનો કમાઉ દીકરો પણ સાબિત થઇ રહ્યો છે. પરંતુ આ રણોત્સવમાં રોજગારીની તકો વધારવામાં સરકાર નિષ્ફળ જઇ રહી છે. ખૂદ ભુજના ધારાસભ્યના એક સવાલમાં જ સરકારે વિધાનસભામાં સ્થાનિક રોજગારીના દિવસોમાં ગત વર્ષની સરખામણીએ અધધ 11090 દિવસમાં ઘટાડો નોંધાયો છે. જેની સામે સરકાર કમાણીની સરખામણીએ ખર્ચ કરવામાં કંજુસાઇ કરી રહી છે!
આ અંગે મળતી વિગતો મુજબ રણોત્સવના માધ્યમથી કચ્છ હાલ પ્રવાસન હબ બન્યુ છે. પ્રવાસીઓની સંખ્યા વધતા સરકાર દ્વારા હવે વર્ષે ચાર મહિના સુધી રણોત્સવનું આયોજન કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં આ રણોત્સવમાં અધધ દસ લાખથી વધારે પ્રવાસીઓએ ભાગ લીધો હતો. રણોત્સવ અંગે ભુજના ધારાસભ્યએ વિધાનસભામાં પ્રશ્ન કરતા ચોંકાવનારા તથ્યો પણ બહાર આવ્યા છે. જેમાં છેલ્લા બે વર્ષામાં તા.31/3/19ની સ્થિતિએ રણોત્સવના માધ્યમથી રાજ્ય સરકારને અધધ રૂા.6.55 કરોડની રોયલ્ટી મારફતે આવક થઇ હતી. તો સફેદ રણમાં ફીમાંથી સરકારને છેલ્લા બે વર્ષમાં રૂા.4.78 કરોડની આવક થઇ હતી.
આ છેલ્લા બે વર્ષમાં રૂા.11.33 કરોડની સરકારે કમાણી કરી છે. તેની સામે સરકારે રણોત્સવમાં રૂપિયા ખર્ચ કરવામાં કંજુસાઇ કરી હોવાનું પણ બહાર આવ્યુ છે. છેલ્લા બે વર્ષમાં સરકારે રણોત્સવમાં ખર્ચ માત્ર રૂા.5.95 કરોડનો કર્યો છે! અન્ય ચોંકાવનારી વાત રોજગારીમાં પણ ઘટાડાની આવી છે. વર્ષ 2017-18માં રણોત્સવમાં 23,090 દિવસોની રોજગારીમાં વધારો થયો છે. જ્યારે 2018-19માં માત્ર 12,000 દિવસોની રોજગારીમાં વધારો થયો છે!  સફેદ રણ જોવા માટે વર્ષે લાખો પ્રવાસીઓ દેશ વિદેશમાંથી કચ્છ આવે છે, પ્રવાસન ક્ષેત્રે રણોત્સવ દેશ દુનિયામાં ચર્ચામાં છે ત્યારે સરકાર દ્વારા આવક સામે 50 ટકા જ ખર્ચ કરી કંજુસાઇ કરાઇ રહી છે.
રણોત્સવમાં સફેદ રણ માટે પ્રવાસીઓ પાસે એન્ટ્રી ફી વસુલ કરવામાં આવે છે. તેની સામે સ્થાનીક ગામોમાં માળખાગત સુવિધા વધારવાનું કારણ આપવામાં આવે છે. પરંતુ અહીં બન્નીના ગામોમાં માળખાગત સુવિધામાં ખાસ કોઇ વધારો થયો નથી. જે પ્રમાણે સરકારને આવક થઇ રહી છે તેની સરખામણીએ ખર્ચ કરાઇ રહ્યો નથી.

વધુ જુઓ..

લગ્નના એક મહિના પહેલાં ચહેરા અને વાળની સુંદરતા નિખારવા માટે અપનાવો આ 31 ખાસ ઉપાય

Gujarat Food Menu: લગ્નના મેનુમાં ગુજરાતની આ સ્વાદિષ્ટ વાનગીઓનો સમાવેશ કરો, પાર્ટી બની જશે ઉત્સાહી

પાર્ટી માટે બનાવો 5 સ્વાદિષ્ટ અને મસાલેદાર વેજ સ્ટાર્ટર્સ, મહેમાનો આંગળીઓ ચાટતા રહી જશે!

ઘરે બનાવેલી દાળમાં રેસ્ટોરન્ટ જેવો સ્વાદ કેમ નથી આવતો? અપનાવો ડબલ વઘારની આ ખાસ રીત, સ્વાદ થઈ જશે બમણો!

ગુલાબજળ અને બદામથી ઘરે જ બનાવો નેચરલ નાઈટ ક્રીમ, ચહેરા પર આવશે ગુલાબી નિખાર!

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments