મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 25 જુલાઈ 2019 (12:51 IST)

ફેમસ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા કહે છે કે ભારતીય સંસ્કૃતિ અને કલા મને ગમે છે.

ફેમસ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા અમદાવાદમાં ફિક્કી ફ્લોની ઇવેન્ટમાં આવ્યા હતા. જ્યાં મસાબાએ કહ્યું હતું કે હું ખૂબ રૂટેડ છું, ભારતીય સંસ્કૃતિ, આર્ટ મને ગમે છે. મારી પાસે ભારતીય માયથોલોજી,ટેમ્પલ આર્ટ, એન્શિઍન્ટ ઇન્ડિયામાં આર્કિટેક્ચરને લગતા ઘણા પુસ્તકો છે, એ બધા વિષયો મને ખૂબ અપીલ કરે છે અને મને લાગે છે કે, એ બધું વર્ષોથી ઇગ્નોર થતું આવ્યું છે. એટલે હું એ બધું મારા કલેક્શનમાં લાવવાનો પ્રયત્ન કરું છું. મારી માતા પણ મને આ બધામાં ખૂબ હેલ્પ કરે છે. કન્ટેમ્પરરી એક્સપ્રેશન ઓફ ઇન્ડિયન આઇડેન્ટિટી વિષે વાત કરતા મસાબાએ કહ્યું, કલ્ચર તરીકે આપણે ભારતીય છીએ પણ ડિઝાઈનની વાત આવે તો આપણે પશ્ચિમથી વધારે પડતા પ્રભાવિત છીએ. હું સ્ટ્રોંગ પણે માનું છું કે, બ્રિન્ગ ઇન્ડિયા બેક, વિદ્યાર્થીઓને યાદ કરાવો કે આપણી પાસે ઘણા મ્યુઝિયમ્સ છે, બુક્સ છે અને બહોળો ઇતિહાસ છે તેને જાણો અને અત્યારે તો ઇન્ટરનેટ છે, જેનાથી ખૂબ મદદ મળી શકે છે. ફેશન ઇન્ડસ્ટ્રી મેન્ટલ હેલ્થને કેવી રીતે પ્રમોટ કરી શકે? સવાલના જવાબમાં કહ્યું કે, ડિઝાઈનની ફિલોસોફી હોવી જોઈએ નહિ કે, ટ્રેન્ડ વાઈઝ જ ચાલવું. હું ઘણી વાર આ વાતે વિચાર કરતી હોઉં છું. દરેક વસ્તુમાં બદલાવ આવવો જરૂરી છે હું નાની હતી ત્યારે મારા નાના મને ગોરી કરવા માટે મુલતાની માટી લગાવતા હતા પણ મને મારી યુનિકનેસમાં વધારે મજા આવે છે. જો વાસ્તિવકતાની વાત કરીએ તો મોડલનો મતલબ શું સ્કિની ગર્લ, જે જાડી નથી, લાઈટ સ્કિન ટોન છે તે જ છે? ના, આ એવી વસ્તુ છે જે માત્ર ને માત્ર ફેશન જ બદલી શકે. ફેશનની જે કલ્પના ઘડાઈ રહી છે યંગ જનરેશનના મનમાં, જે બધા બ્લાઇન્ડલી ફોલો કરે છે તેને ફેશન ઇન્ડસ્ટ્રી જ બદલી શકે છે. જેમ કે, બ્રાન્ડ જે ફોટોશોપ નહિ વાપરે તે મુમેન્ટ ખરેખર પાવરફુલ મૂવ કહી શકાય. સસ્ટેનેબલ પ્રોડક્શન વિષે તમારું શું માનવું છે? ખરું કહું તો, એ ના ચાલે એ મટીરિયલ કે જેમાં વાર લાગે અથવા વધારે ધ્યાન રાખવું પડે તો લોકોને બહુ રસ નથી પડતો કેમ કે અત્યારે ફાસ્ટ ફેશનનો જમાનો છે.