Webdunia - Bharat's app for daily news and videos

Install App

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઇકોનિક બિલ્ડીંગ સ્ટ્રકચર નિર્માણ અંગેના જાહેરનામાને આપી -ફાઇનલ મંજૂરી

મંગળવાર, 25 મે 2021 (19:22 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર એમ પાંચ મહાનગરોની આગવી ઓળખ ઊભી થઇ શકે તેવી સ્કાય રાઇઝડ આઇકોનીક ઇમારતોના બાંધકામ માટેના સીજીડીઆર-૨૦૧૭ના રેગ્યુલેશનમાં ફેરફાર કરતા પ્રાથમિક જાહેરનામા અન્વયે આવેલા વાંધા સુચનોને ધ્યાને લીધા બાદ આ જાહેરનામાને આખરી મંજુરી આપી છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તારીખ ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ ના દિવસે રાજ્યના પાંચ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય સ્ક્રેપર્સ, ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવા માટેની જાહેરાત કરવા સાથે પ્રાથમિક જાહેરનામું-પ્રાયમરી નોટિફીકેશન મંજૂર કર્યુ હતું અને આ સંદર્ભમાં વિભાગ દ્વારા વાંધા-સૂચનો મંગાવવામાં આવેલા હતા.
 
મુખ્યમંત્રીએ આ પ્રાથમિક જાહેરનામા સંદર્ભે આવેલા વાંધા સૂચનો ધ્યાને લીધા બાદ હવે, ગગનચૂંબી ઇમારતો હાઇરાઇઝડ બિલ્ડીંગ સ્ટ્રકચરના નિર્માણ અંગેના જાહેરનામાને આખરી-ફાયનલ મંજૂરી આપી છે. આ મંજૂરી મળતા રાજ્યના પાંચ મહાનગરોમાં આભને આંબતા હાઇરાઇઝડ બિલ્ડીંગ્સ સ્ટ્રકચરના નિર્માણનો નવો યુગ શરૂ થશે.
 
ટોલ બિલ્ડીંગ –ઊંચી ઇમારતો માટેના રેગ્યુલેશન્સનું આખરી જાહેરનામું પ્રસિધ્ધ થવાની સાથે જ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગર કોર્પોરેશન અને સત્તા મંડળો દ્વારા ગગનચુંબી ઈમારતોને મંજૂરી આપી શકાશે.
 
એટલું જ નહિ દેશ અને દુનિયાના અન્ય શહેરો સાથે ગુજરાતના શહેરો પણ પોતાની આગવી ઓળખ ધરાવતા હાઇરાઇઝડ આઇકોનીક સ્ટ્રકચર બાંધી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના મહામારીના સંક્રમણની વિકટ સ્થિતી તથા તાઉતે જેવા વિનાશકારી વાવાઝોડાની પરિસ્થિતીના સફળતાપૂર્વક મુકાબલા માટે સમગ્ર તંત્રનું માર્ગદર્શન કરતા રહ્યાં છે.
 
તેમણે આ આપદાઓ વચ્ચે પણ રાજ્યમાં સુઆયોજિત શહેરી વિકાસની પ્રતિબદ્ધતા સાકાર કરતા સતત નિર્ણાયક અભિગમથી નગર સુખાકારીના નવા સિમાચિન્હો પ્રસ્થાપિત કર્યા છે. મુખ્યમંત્રીએ ટોલ-હાઇરાઇઝડ ઇમારતોના નિર્માણ અંગેના આખરી જાહેરનામાને મંજૂરી આપીને પ્રજાહિત નિર્ણયોની શૃંખલામાં એક નવી સિદ્ધિ ઉમેરી છે. 
 
એટલું જ નહિ, વિજય રૂપાણીએ આયોજનબદ્ધ શહેરી વિકાસને આગળ ધપાવતા વધુ ત્રણ ફાયનલ ટી.પી સ્કીમ અને બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ પર મંજૂરીની મહોર લગાવી છે.
 
મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરવામાં આવેલી બે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમમાં ભાવનગર શહેરની ટી.પી.સ્કીમ નં ૩૦(ચિત્રા) તથા શામળાજી મંદિર પરિસર તથા આસપાસના વિકાસ માટે જરૂરી ફેરફારો સાથેની ટી.પી.સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદની ફાઈનલ ટી.પી.સ્કીમ નં ૫૧ (પૂર્વ ખોખરા-મહેમદાબાદ), મેમનગર નં-૧ (સેકન્ડ વેરીડ) તથા ગાંધીનગરની ફાઈનલ ટી.પી.સ્કીમ નં. ૯/બી (વાસણા-હડમતીયા-સરગાસણ-વાવોલ)નો સમાવેશ થાય છે.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ- ત્રણસો રૂપિયા લાવો

ગુજરાતી રમૂજી જોક્સ

દમણ અને દીવ નો ઇતિહાસ

જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અનિક દત્તાનું અગાશી પરથી પડતા શંકાસ્પદ મોત, ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળતા ચકચાર

ગુજરાતી જોક્સ- લગ્ન નહીં કરી શકીએ.

આગળનો લેખ
Show comments