શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 20 મે 2021 (12:12 IST)

વિજય રૂપાણી વાવાઝોડાને કારણે થયેલી નુકસાનીનો મેળવી રહ્યા છે ક્યાસ

મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે.તદ્દનુસાર મુખ્યમંત્રી આજે સવારે ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી
 
તાઉ’તે વાવાઝોડા વિસ્તારના હવાઇ નિરીક્ષણ બાદ ઉના તાલુકાના અસરગ્રસ્ત ગરાળ ગામની પ્રત્યક્ષ મુલાકાત કરીને સરપંચ મોંઘીબેન સોલંકી સહિત ગામ લોકો પાસેથી નુકસાનની વિગતો મેળવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી મુખ્યમંત્રીએ ગામ લોકોને સાત્વાની આપીને બનતી તમામ મદદની ખાતરી પણ આપી હતી. 
મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત ગ્રામ જનો સાથે પણ સંવેદનાપૂર્વક સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો. મુખ્યમંત્રી સાથે આ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર તેમજ અગ્રણીઓ પણ જોડાયા હતા.