Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

શિક્ષક મૂર્તિ નહી મૂર્તિકાર છે

શિક્ષક દિવસ વિશેષ

Updated: શુક્રવાર, 31 ઑગસ્ટ 2018 (16:52 IST)
આપણા તમામ શિક્ષકો જ્યારે જ્ઞાન અને કર્મની શિક્ષામાં શાળાથી લઈને વિશેષ સંસ્થાનો અને વિશ્વવિદ્યાલય સુધી જોડાયેલા છે તો પછી ભાવના અને શક્યતાની શિક્ષા કોણ આપશે ? મનોવિજ્ઞાન કહે છે કે મનુષ્યના જીવનમાં ત્રણ યોગ હોય છે કે તેમણે ત્રિકોણ કે પરિક્ષેત્ર કહેવાય છે.

આપણી દુનિયામાં શિક્ષક એક મહાન મૂર્તિ સમાન છે જેની પૂજા કરી શકાય છે. પરંતુ એ ચાર રસ્તા પર ઉભી કરવામાં આવેલી અપેક્ષિત મૂર્તિ સમાન હોય છે. મૂર્તિ બનવાનો સૌથી મોટો શ્રાપ એ છે કે તેને ઉપેક્ષિત થવુ પડે છે. એ ફક્ત ઉદ્દઘાટનના દિવસોની શોભા હોય છે. તેથી જો કોઈ શિક્ષક મૂર્તિ બનવાની કોશિશ કરે છે તો તે જડ બની જાય છે, તેની ઉપેક્ષા થાય છે.

સ્વતંત્રતા પછી શિક્ષક ઘણા શબ્દોનો અર્થ ભૂલી ગયા છે. આમ તો 'શાળા' શબ્દને પણ સારો નથી માનવામાં આવતો, કારણ કે એ પણ એક જડતા, ક્રૂરતા અને કઠોરતાનુ પ્રતીક બની રહ્યો છે. છતા ભૌતિક રૂપે આપણી સામે શાળા છે, જેણે સમાજ, સરકાર અને બાળકોએ સ્વીકારી છે. શાળાને શિક્ષાનુ સર્વાધિક શ્રેષ્ઠ અને વિશ્વસનીય સ્થળ માનવામાં આવ્યુ છે.

આજે શાળા ભલે આપણા જૂના ગુરૂકૂળ કે આશ્રમ સમાન ન હોય, એક ચબૂતરા જેવી શાળા હોય છતા તે આજે આપણે વચ્ચે ભૌતિક રૂપે છે. આ શાળાની પાછળની વ્યવસ્થા એટલેકે સરકાર ગાયબ છે, સમાજ પણ મોટાભાગે ગાયબ છે. શાળા શબ્દમાં કોઈ સમાયુ છે તો માત્ર બે લોકો - બાળકો અને શિક્ષક.

શાળાની હકીકતને નજર અંદાજ નથી કરી શકાતી. પછી ભલે એ કેટલી પણ કઠોર કે પ્રતિકૂળ હોય , શાળા તો રહેશે જ. જો શાળા છે તો એ અપશિક્ષાનુ માધ્યમ કેમ બને ? તેને મરેલી કેમ માનવામાં આવે ? તેની નવી મૂર્તિ કોણ ગઢશે ? એક જ વ્યક્તિ છે જે આ કામ કરી શકે છે એ છે શિક્ષક.

આજનો શિક્ષક જ્ઞાનનો પડકાર અને હુન્નરની ચિંતાની સામે ઉભો છે. શિક્ષાએ દુનિયમાં જે વાતાવરણ ઉભુ કર્યુ છે તેને જોતા લાગે છે કે શિક્ષાની પારંપારિક વ્યાખ્યા ઘસાઈ ગઈ છે. હવે બાળકો, કિશોર કે યુવકો શાળામાંથી કે શિક્ષક પાસેથી જ નથી શીખતા, હવે તો તેઓ મશીન સાથે વાતો કરે છે, તેને આદેશ આપે છે અને દરેક વાત માટે મનાવે છે. મનુષ્ય પર મશીન હાવી થઈ ગયુ છે.

 
N.D
હવે શિક્ષકની જરૂર છે ક્યા ? જ્ઞાન મળી રહે છે, હુનરનો વ્યાપાર છે. જો આ બંનેનો વેપાર છે તો ભાવનાનુ શુ કામ ? આપણી સામે આતંકવાદ છે, સાપ્રદાયિકતા છે, કટ્ટરતા છે, જાતિવાદ અને વર્ગવાદ છે, નફરત છે, સ્વાર્થ છે. આ દરેક માનવીય ભાવના અને સંવેદના સાથે સંકળાયેલા છે.

શુ આપણે આને શિક્ષાની નવી શક્યતાઓના રૂપમાં ન જોઈ શકીએ ? જો આપણે ભાવનાઓની યોગ્ય શિક્ષા આપી દઈએ, અને તેને વ્યક્ત કરવને અને તેના પર સંયમ રાખવાની પણ, તો મનુષ્યને યોગ્ય મનુષ્ય બનાવવાનો શ્રેય શિક્ષકને જ મળવાનો છે. હવે શિક્ષક નક્કી કરે કે તેને શુ બનવુ છે મૂર્તિ કે મૂર્તિકાર ?

વધુ જુઓ..

સપ્ટેમ્બરમાં છૂટક ફુગાવો વધીને 5.54 ટકા થયો, ફુગાવો કાબુ બહાર

દિલ્હીના જંતર-મંતર પર હવે નહી થઈ શકે પ્રોટેસ્ટ, 3 નવા સ્થાન નક્કી કરવામાં આવ્યા, પોલીસે જાહેર કર્યો આદેશ

તિલક વર્માનો 'સુપર કેચ' રેકોર્ડ 'હાફ સેંચુરી' પર પહોચતા જ બન્યો ભારતનો નંબર 1 કૈચર, સ્પેશ્યલ ક્લબમાં સામેલ

સૂડાનમાં સોનાની ખાણ પર બોમ્બમારો, 72 લોકોના મોત, મિસ્રની વાયુસેના પર હુમલાનો આરોપ

Gandhinagar GMC Election Result- ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીનું મતદાન પૂર્ણ, આવતીકાલે આવશે પરિણામ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 13 ઓક્ટોબર 2026

Navratri Day 3 - 13 ઓક્ટોબર ની ત્રીજી દેવી ચંદ્રઘંટાના 4 વિશેષ મંત્ર અને પ્રસાદ

ત્રીજા દિવસે - માઁ દુર્ગાની ત્રીજી શક્તિનું નામ 'ચંદ્રઘંટા

Brahmacharini mata- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Mata Brahmacharini Katha- બ્રહ્મચારિણી માતાની કથા

આગળનો લેખ
Show comments