શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : ગુરુવાર, 23 જુલાઈ 2015 (11:41 IST)

સનાતન ધર્મ - જાણો કેવી રીતે થયો કર્ણનો જન્મ, કર્ણ ખોટુ કેમ બોલ્યો....

મહાભારતના કર્ણ માત્ર શૂરવીર કે દાની જ નહોતા પરંતુ કૃતજ્ઞતા, મિત્રતા, સૌહાર્દ, ત્યાગ અને તપસ્યાનુ પ્રતિમાન પણ હતા. તેઓ જ્ઞાની, દીર્ઘદ્રષ્ટા, પુરૂષાર્થી અને નીતિજ્ઞ પણ હતા અને ધર્મતત્વ સમજતા હતા. તેઓ દ્રઢ નિશ્ચયી અને અપરાજેય પણ હતા. સાચે જ કર્ણનુ વ્યક્તિત્વ રહસ્યમય છે. તેમના વ્યક્તિતના હજાર રંગ છે. પણ એક સ્થાને તેમને અસત્યની મદદ લીધી અને પોતાના વ્યક્તિત્વમાં કાળા રંગને પણ સ્થાન આપી દીધુ. કર્ણ કુંતીના સૌથી મોટા પુત્ર હતા અને કુંતીના અન્ય 5 પુત્રો તેમના ભાઈ હતા. 
 
कौन्तेयस्त्वं न राधेयो न तवाधिरथः पिता।
सूर्यजस्त्वं महाबाहो विदितो नारदान्मया।।- (ભીષ્મ પર્વનો 30મો અધ્યાય)
 
કુંતી શ્રીકૃષ્ણના પિતા વાસુદેવની બહેન અને ભગવાન કૃષ્ણની ફોઈ હતી. મહારાજ કુંતિભોજ સાથે કુંતીના પિતા શૂરસેનની મિત્રતા હતા. કુંતિભોજને કોઈ સંતાન નહોતુ તેથી તેમણે શૂરસેન પાસેથી કુંતી દત્તક માંગી લીધી. કુંતિભોજની ત્યા રહેવાથી કુંતીનુ નામ 'કુંતી' પડ્યુ.  જો કે તેમનુ પ્રથમ નામ પૃથા હતુ. કુંતી (પૃથા)નો વિવાહ રાજા પાંડુ સાથે થયો હતો. 
 
રાજા શૂરસેનની પુત્રી કુંતી પોતાના મહેલમાં આવેલ મહાત્માઓની સેવા કરતી હતી. એક વાર ત્યા ઋષિ દુર્વાસા પણ પધાર્યા. કુંતીની સેવાથી પ્રસન્ન થઈને દુર્વાસાએ કહ્યુ, 'પુત્રી ! હુ તારી સેવાથી ખૂબ જ પ્રસન્ન થયો છુ તેથી તને એક એવો મંત્ર આપુ છુ જેના પ્રયોગથી તૂ જે દેવતાનુ સ્મરણ કરીશ તે તત્કાલ તારી સમક્ષ પ્રકટ થઈને તારી મનોકામના પૂર્ણ કરશે.' આ રીતે કુંતીને તે મંત્ર મળી ગયો. 
 
આગળના પેજ પર જ્યારે કુંતીને મંત્રને પારખવાની ઈચ્છા થઈ 

કુંતી ત્યારે કુંવારી જ હતી. એક દિવસ કુંતીના મનમાં આવ્યુ કે કેમ ન આ મંત્રની તપાસ કરી લેવામાં આવે. આ કોઈ અસત્ય ભ્રમ તો નથી ? ત્યારે તેમણે એકાંતમાં બેસીને એ મંત્રનો જાપ કરતા સૂર્યદેવનુ સ્મરણ કર્યુ. એ જ ક્ષણે સૂર્યદેવ પ્રગટ થઈ ગયા. કુંતી હેરાન-પરેશાન થઈ ગઈ.. હવે શુ કરુ ? 
 
સૂર્યદેવે કહ્યુ, 'દેવી ! મને બતાવો કે તમે મારી પાસે કંઈ વસ્તુની અભિલાષા કરો છો. હુ તમારી અભિલાષા જરૂર પૂર્ણ કરીશ.' જેના પર કુંતીએ કહ્યુ, 'હે દેવ મને તમારી પાસેથી કોઈ અભિલાષા નથી. મેં તો ફક્ત મંત્રની સત્યતા પારખવા માટે જાપ કર્યો હતો.' 
 
કુંતીના આ વચનો  સાંભળીને સૂર્યદેવ બોલ્યા, 'હે કુંતી ! મારુ આવવુ વ્યર્થ નથી જઈ શકતુ. હુ તમને એક એકદમ પરાક્રમી અને 
દાનશીલ પુત્ર આપુ છુ. આટલુ કહીને સૂર્યદેવ અંતર્ધ્યાન થઈ ગયા. 
 
આગળના પેજ પર, ત્યારે લજ્જાવશ માતાએ કુંતીએ શુ કર્યુ.. 

 
જ્યારે કુંતી થઈ ગઈ ગર્ભવતી તો શરમને કારણે તેણે આ વાત ત્યા કોઈને પણ કહી ન શકી અને તેણે આ સંતાડી રાખ્યુ. સમય 
આવતા તેના ગર્ભદ્વારા કવચ-કુંડળ ધારણ કરેલ એક પુત્રનો જન્મ થયો. કુંતીએ તેને એક ટોકરીમાં મુકીને રાત્રે ગંગામાં વહેડાવી 
દીધો. 
 
એ બાળક ગંગામાં વહેતો એક કિનારેથી જવા લાગ્યો. એ કિનારા પર જ ધૃતરાષ્ટ્રનો સારથી અધિરથ પોતાના ઘોડાને પાણી પીવડાવી રહ્યો હતો. તેની નજર ટોપલીમાં મુકેલ એ બાળક પર પડી. અધિરથે એ બાળકને ઉઠાવી લીધો અને પોતાની ઘરે લઈ ગયો. અધિરથ નિ:સંતાન હતો. અધિરથની પત્નીનુ નામ રાધા હતુ. રાધાએ એ બાળકનુ પોતાના પુત્રની જેમ પાલન પોષણ કર્યુ. એ બાળકના કાન ખૂબ જ સુંદર હતા તેથી તેનુ નામ કર્ણ મુકવામાં આવ્યુ.  આ સૂત દંપતિએ જ કર્ણનુ પાલન-પોષણ કર્યુ હતુ. તેથી કર્ણને 'સૂત-પુત્ર' કહેવામાં આવતો હતો અને રાધાએ તેનુ પાલન કર્યુ હતુ તેથી તેને 'રાધેય' પણ કહેવામાં આવતુ હતુ. 
 
કર્ણનુ પાલન-પોષણ ચમ્પા નગરી (હાલ બિહાર રાજ્યના ભાગલપુર જીલ્લામાં ) જે ગંગાના કિનારે એક વ્યાપારિક કેન્દ્ર હતુ ત્યા સૂત પરિવારમાં થયુ હતુ.  તેના પાલક પિતા અધિરથ હતા અને માતા રાધાદેવી હતી. પિતા રથ સંચાલન કરતા હતા. 
 
આગળના પેજ પર સૂત પુત્ર હોવાનો અર્થ શુ.. 

क्षत्रियाद्विप्र कन्यायां सूतो भवति जातितः।
वैश्‍यान्मागध वैदेहो राजविप्राड.गना सुतौ।। -10માં અધ્યાયનો 11મો શ્લોક
 
મનુ સમૃતિ દ્વારા જાણવા મળે છે કે સૂત શબ્દનો પ્રયોગ એ સંતાનો માટે થતો હતો જે બ્રાહ્મણ કન્યાથી ક્ષત્રિય પિતા દ્વારા જન્મ્યા હોય.  પણ કર્ણનો સૂત પુત્ર નહોતા. તે તો સૂર્યદેવના પુત્ર હતા. આ સૂતને કાલાંતરે બગાડીને શુદ્ર કહેવાનુ શરૂ થયુ. છેવટે શુદ્ર કોણ તેનો પણ અર્થ બદલાવવા માંડ્યો. 
 
કર્ણને શસ્ત્ર વિદ્યાની શિક્ષા દ્રોણાચાર્યએ જ આપી હતી. કર્ણ દ્રોણાચાર્ય પાસેથી  બ્રહ્મશાસ્ત્રનો પ્રયોગ પણ સીખવા માંગતો હતો. પણ દ્રોણને કર્ણના જન્મ સંબંધમા કશુ ખબર નહોતુ.  તેથી કર્ણને બ્રહ્માસ્ત્રની શિક્ષા નહી આપી.  
 
આગળના પેજ પર ત્યારે કર્ણએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કોણી પાસે સીખ્યો ..  
પરશુરામ અને કર્ણ - ત્યારે કર્ણએ પરશુરામની શરણ લીધી અને ખોટુ બોલ્યો કે હું બ્રાહ્મણ છુ. (બ્રાહ્મણ અર્થાત બ્રહ્મ જ્ઞાનને જાણનારા) પરશુરામે તેમને બ્રાહ્મણ પુત્ર સમજીને બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરવાની શિક્ષા આપી દીધી.  પરશુરામનુ પ્રણ હતુ કે હુ ફક્ત બ્રાહ્મણોને જ અસ્ત્ર શાસ્ત્રની શિક્ષા આપીશ.  પરશુરામે કર્ણને અન્ય અનેક અસ્ત્ર-શસ્ત્રોની શિક્ષા આપી અને કર્ણ પૂર્ણ રૂપે અસ્ત્ર-શાસ્ત્ર વિદ્યામાં પારંગત થઈ ગયો. 
 
પછી એક દિવસ જંગલમાં ક્યાક જતી વખતે પરશુરામજીએ થાક અનુભવ્યો. તેમણે કર્ણને કહ્યુ કે તેઓ થોડીવાર સૂવા માંગે છે. કર્ણએ તેમનુ માથુ પોતાના ખોળામા મુકી દીધુ. પરશુરામને ગાઢ ઉંઘ લાગી ગઈ.   ત્યારે ક્યાકથી એક કીડો આવ્યો અને તે કર્ણની જાંધ પર ડંખ મારવા લાગ્યો. કર્ણની જાંધ પર ધા થઈ ગયો. પણ પરશુરામની ઉંઘ ખુલી જવાના ભયથી તે ચુપચાપ બેસી રહ્યો. ઘા ને કારણે લોહી વહેવા માંગ્યુ. 
 
એ લોહીથી જ્યારે પરશુરામને અડ્યુ તો તેમની ઉંઘ ઉડી ગઈ. તેમણે કર્ણને પુછ્યુ કે તે એ કીડાને હટાવ્યો કેમ નહી ? કર્ણએ કહ્યુ કે તમારી ઉંઘ તૂટી જવાનો ભય હતો. પરશુરામે કહ્યુ કે કોઈ બ્રાહ્મણ પુત્રમાં આટલી સહનશક્તિ નથી હોઈ શકતી. તુ જરૂર ક્ષત્રિય છે. સત્ય બતાવો. ત્યારે કર્ણએ સત્ય બતાવી દીધુ. 
 
ક્રોધિત પરશુરામે કર્ણને એ સમયે શાપ આપ્યો કે તે મારી પાસેથી જે વિદ્યા સીખી છે તે ખોટુ બોલીને સીખી છે. તેથી જ્યારે પણ તને આ વિદ્યાની સૌથી વધુ જરૂર હશે ત્યરે તુ તેને ભૂલી જઈશ. કોઈપણ દિવ્યાસ્ત્રનો ઉપયોગ નહી કરી શકે. મહાભારતના યુદ્ધમાં પણ આવુ જ થયુ.