જાણો ભારત રત્ન અટલ બિહારી વાજપેયી અને મદન મોહન માલવીય વિશે
અટલ બિહારી વાજપેયીનો પરિચય
અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. જે ભારતના 11માં પ્રધાનમંત્રી બન્યા. પહેલા તેઓ 1996માં 13 દિવસો માટે પ્રધાનમંત્રી બન્યા અને પછી ત્યારબાદ 19 માર્ચ 1998થી લઈને 19 મે 2004 સુધી સત્તાની ડોર પ્રધાનમંત્રીના રૂપમા તેમના હાથમાં રહી.
અટલ બિહારી વાજપેયી 1942માં રાજનીતિમાં આવ્યા જ્યારે તેમની તેમના ભાઈ પ્રેમની સાથે ભારત છોડો આંદોલન દરમિયાન 23 દિવસો માટે ધરપકડ કરવામાં આવી હતી. ડિસેમ્બર 2005માં વાજપેયીજીએ રાજનીતિમાથી સંન્યાસ લઈ લીધો હતો.
વાજપેયીજી 9 વાર લોકસભા માટે બે વાર રાજ્ય સભા માટે પસંદગી પામ્યા. મોરારજી દેસાઈની કેબિનેટમાં તેમણે વિદેશ મંત્રીનુ પદ પણ સંભાળ્યુ. બીજેપીની રચના કરનારાઓમાં એક નામ અટલ બિહારી વાજપેયીનુ પણ છે.
જાણો કોણ છે મદન મોહન માલવીય ?
મહામના પંડિત મદન મોહન માલવીયાનો જન્મ ૨૫મી ડિસેમ્બર ૧૮૬૧ ના દિવસે ભારત દેશના ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા અલ્હાબાદ શહેરમાં પિતા બ્રિજનાથ અને માતા મૂનાદેવીના ઘરે થયો હતો. તેમનુ મૃત્યુ 84 વર્ષની વયમાં 12 નવેમ્બર 1946ના રોજ બનારસમાં થયુ. મદન મોહન માલવીય એક શિક્ષક અને સ્વતંત્રતા સેનાની હતા. જેમને તેમના કામો માટે 'મહામના' ની ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
મહામના તરીકે ઓળખાયેલા મદન મોહન માલવીયા આ યુગના આદર્શ પુરુષ હતા. પોતાના જીવન-કાળમાં પત્રકારત્વ, વકીલાત, સમાજ-સુધારણા, માતૃ-ભાષા તથા ભારતમાતાની સેવા કાજે પોતાનું જીવન અર્પણ કરનારા આ મહામાનવે જે વિશ્વવિદ્યાલયની સ્થાપના કરી એમાં એમની પરિકલ્પના એવા વિદ્યાર્થીઓને શિક્ષિત કરીને દેશ સેવા કાજે તૈયાર કરવાની હતી, જે દેશનું મસ્તક ગૌરવથી ઊંચુ કરાવી શકે. એ જગજાહેર છે કે મહામના માલવીય સત્ય, બ્રહ્મચર્ય, વ્યાયામ, દેશભક્તિ તથા આત્મ-ત્યાગમાં આ દેશમાં અદ્વિતીય સ્થાન રાખતા હતા. ઉપર્યુક્ત સમસ્ત આચરણ પર મહામના સદૈવ ઉપદેશ જ ન આપતા, પરંતુ એનું સર્વથા પાલન પણ કરતા હતા. પોતાના વ્યવહારમાં મહામના સદૈવ મૃદુભાષી રહ્યા હતા.
તેઓ 1909 અને 1918માં ઈંડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેંટ રહ્યા. 1916માં માલવીયજીએ જ બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલાયની સ્થાપના કરી હતી અને 1919થી લઈને 1938 સુધી તેના વાઈસ ચાંસલર પણ રહ્યા. માલવીયજીએ પહેલીવાર 1886માં રાજનીતિમાં પગલુ મુક્યુ હતુ. જ્યારે તેમણે દાદાભાઈના નેતૃત્વમાં કલકત્તામાં થઈ રહેલ બીજા ઈંડિયન નેશનલ કોંગ્રેસ સંમેલનમાં ભાગ લીધો હતો.
આગળ અત્યાર સુધી કોણે કોણે મળી ચુક્યો છે ભારત રત્ન
2- સી વી રમન
3- સર્વપલ્લી રાધાકૃષ્ણન
4- ભગવાન દાસ
5- વિશ્વેશ્વરાય
6- જવાહરલાલ નેહરૂ
7- ગોવિંદ બલ્લભ પંત
8- ધોંદો કેશવ કાર્વે
9- બિધાન ચન્દ્ર રાય
10- પુરુષોત્તમ દાસ ટંડન
11- રાજેન્દ્ર પ્રસાદ
12- જાકિર હુસૈન
13- પાંડુરંગ વમન કાને
14- લાલ બહાદુર શાસ્ત્રી
15- ઇન્દિરા ગાંધી
16- વી વી ગિરી
17- કે કામરાજ
18- મદર ટેરેસા
19- વિનોબા ભાવે
20- ખાન અબ્દુલ ગફ્ફાર ખાન
21- એમ જી રામચન્દ્રન
22- ભીમ રાવ અંબેડકર
23- નેલ્સન મંડેલા
24- રાજીવ ગાંધી
25- બલ્લભ ભાઈ પટેલ
26- મોરારજી દેસાઈ
27- અબ્દુલ કલામ આજાદ
28- જે આર ડી ટાટા
29- સત્યજીત રાય
30- ગુલજારી લાલ નંદા
31- અરુણા આસિફ અલી
32- એ પી જે અબ્દુલ કલામ
33- એસ એસ સુબ્બુલક્ષ્મી
34- ચિદંબરમ સુબ્રમણ્યમ
35- જયપ્રકાશ નારાયણ
36- રવિ શંકર
37- અમૃત્ય સેન
38- ગોપીનાથ બોરદોલોઈ (Gopinath Bordoloi)
39- લતા મંગેશકર
40- બિસ્મિલ્લાહ ખાન
41- ભીમસેન જોશી
42- સી એન આર રાવ
43- સચિન તેંદુલકર