શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By

જુઓ મલ્લિકા શેરાવતના બોલ્ડ સીન ફિલ્મ 'ડર્ટી પોલીટિક્સ' માં

મલ્લિકા શેરાવત ફિલ્મમાં હોય અને તેમા બોલ્ડ સીન ન હોય એવુ તો બની શકતુ જ નથી. મલ્લિકાની લાંબા સમય બાદ 'ડર્ટી પોલિટિક્સ' નામની મૂવી રજુ થવા જઈ રહી છે. તેમા મલ્લિકા ભલે ગ્લેમરસ અવતારમાં જોવા મળી રહી હોય પણ ફિલ્મમાં તેના બોલ્ડ સીન છે.  એક સીન તો ઓમ પુરી જેવા કલાકાર સાથે છે. 
મલ્લિકાનુ કહેવુ છે કે ઓમ પુરીની સાથે બોલ્ડ સીન કરવો તેની માટે સહેલુ નહોતુ. શૂટિંગ પહેલા આ સીનને લઈને ખૂબ જ ટેંશનમાં હતી. મલ્લિકાના મનની વાત ઓમ પુરી જાણી ગયા અને તેમણે મલ્લિકાને સમજાવ્યુ. ત્યારબાદ બંનેયે સરળતાથી સાથે આ સીનનું શૂટિંગ કર્યુ. 
ડર્ટી પોલિટિક્સને ભંવરી દેવી સેક્સ સ્કૈંડલ પર આધારિત બતાવવામાં આવી રહી છે.  મલ્લિકા આ ફિલ્મમાં અનોખી દેવીનુ પાત્ર ભજવી રહી છે. જે પોતાની મહત્વાકાંક્ષાને સાકાર કરવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.  અનોખી ગરીબ પરિવારની છે. તેના પર એક નેતાની નજર પડે છે. જેનો અનોખી દેવી પુરો ફાયદો ઉઠાવવા માંગે છે.  તે પોતાની સેક્સ અપીલનો ઉપયોગ કરી ઝડપથી આગળ વધે છે. 
 
ફિલ્મમાં મલ્લિકા ઉપરાંત નસીરુદ્દીન શાહ. ઓમ પુરી. અનુપમ ખેર. આશુતોષ રાણા. રાજપાલ યાદવ અને જેકી શ્રોફ જેવા કલાકાર છે. નિર્દેશન કર્યુ છે કે સી બોકાડિયાએ. જેમણે એંસી અને નેવુના દસકામાં અનેક સુપરહિટ ફિલ્મો બનાવી છે. મલ્લિકાના ફેંસ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કારણ કે લાંબા સમય પછી મોટા પડદા પર તે જોવા મળવાની છે. 
 
ફિલ્મનુ ટ્રેલર આગળના પેજ પર 

<iframe width="560" height="315" src="//www.youtube.com/embed/V5v72YRsKqc" frameborder="0" allowfullscreen></iframe> 


વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.