Webdunia - Bharat's app for daily news and videos

Install App

Randhan Chhath - રાંધણ છઠનું મહત્વ

Updated: મંગળવાર, 1 સપ્ટેમ્બર 2026 (10:49 IST)
રાંધણ છઠનું મહત્વ- શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે. આખા શ્રાવણ માસ દરમિયાન ચાર
 સોમવાર, એક પ્રદોષ તેમજ એક શિવરાત્રી આ બધા યોગ એકસાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે . શિવનો શ્રાવન માસ ઘણા તહેવાર લઈને આવે છે. જેમાં શરૂઆત ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ, કૃષ્ણ આઠમ વગેરે... 
 
જેમાં રાંધણ છઠના દિવસે લોકો નવા -નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જનમદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે. 
 
રાંધણ છઠના દિવસે ગૃહણીઓ વહેલી સવારથી રસોડામાં વ્યસ્ત બની જશે અને નવી-નવી વાનગીઓ બનાવે છે. જેમાં થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડો, મેથીના ઢેબરા, મીઠી પૂરી, તીખી પૂરી, પાત્રા, ભરેલા ભીંડા, તળેલા મરચાં, કંકોડાનું શાક, તીખી સેવ, ખીર અને  મિષ્ઠાન. 
ALSO READ: રાંધણ છઠનું મહત્વ: જાણો પરંપરા, માન્યતા અને ટાઢી રસોઈનું રહસ્ય
આધુનીક સમયમાં પાણીપુરી, ભેળપુરી, વેજ સેંડવીજ, ફ્રૂટ સલાદ વગેરે વાનગીઓ બનાવાય છે. 
 
આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાત્રે ઘરના ચૂલ્હાની સાફ સાફાઈ કરાય છે. સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે. રાંધણ ગેસ કે ચૂલ્હાની પૂજા કરે છે. ચૂલો ઠંડા કર્યા પછી તેનો ઉપયોગ કરવો નહી એવી માન્યતા  છે. 
ALSO READ: શીતળા સાતમ સ્પેશ્યલ આખા દિવસનું મેનુ લિસ્ટ
લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે ફરે છે અને ચૂલામાં આળોટે છે. તેથી શીતળા સાતમના દિવસે ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગે  છે.

શા માટે લાગે છે  ટાઢી(ઠંડી)  રસોઇનો ભોગ 

ભારતીય સંસ્કૃતિમાં જેટલા પણ પર્વ ઉત્સવ ઉજવાય છે. તેનો સંબંધ ઋતુ, સ્વાસ્થય, સદભાવ અને ભાઈચારાથી છે.  મૌસમ બદલાય છે અને ગરમી પણ ધીમે પગલે  આવી જાય છે. -રાંધણ છઠ  કે ટાઢી રસોઈ મુખ્યરીતે આ અવધારણાથી સંકળાયેલો પર્વ છે. 
 
આ દિવસે ઠંડા પકવાન ખવાય  છે. રાજસ્થાનમાં બાજરાની રોટલી, છાશ, દહીંનો સેવન શરૂ થઈ જાય છે.. શીતળા માતાના પૂજન પછી તે જળથી આંખ ધોવાય છે. આ આપણી સંસ્કૃતિમાં નેત્ર સુરક્ષા અને ખાસ કરીને ગરમીથી  આંખનો ખ્યાલ રાખવાના સંકેત આપે છે. 
 

પ્રાચીન સમયની પરંપરા

રાંધણ છઠના દિવસે નવા મટકા, દહીં જમાવવાનો કુલ્હડ, હાથવાળા પંખા લાવવાનો અને દાન કરવાની  પણ પરંપરા છે.  જે  જણાવે છે કે  આપણા પૂર્વજ ઋતુ પરિવર્તનને સ્વાથયની સાથે જ પરોપકાર સાથે જોડીને રાખે છે. આ પરંપરા ત્યારથી છે જ્યારે કૂલર ફ્રીજ અને એસી જેવા ઉપકરણનોની શોધ થઈ નહોતી.  
 

વધુ જુઓ..

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

મોદક પાયસમ ખીર: પરંપરાગત અને ચટપટી દક્ષિણ ભારતીય ફ્યુઝન રેસીપી

એક-એક કળી છોલવાની ઝંઝટ છોડો, લસણ ફોલવાની દેશી રીત બચાવશે સમય

એ 10 મિનિટ કોઈનો જીવ બચાવી શકો છો... હાર્ટ અટેકના લક્ષણ દેખાતા જ કરો આ કામ

ખાસ ચોકલેટ મલાઈ રોલ, સરળ રીતે બનાવો સ્વાદિષ્ટ મીઠાઈ

વધુ જુઓ..

સંતાન સપ્તમી ક્યારે છે ? જાણી લો સાચી તારીખ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ, સામગ્રીનુ લિસ્ટ અને વ્રત કથા

બાપ્પાને ભોગ ધરાવવા બનાવો સ્પેશિયલ બૂંદી મોદક, આ ટ્રિકથી ફૂલી-ફૂલી બનશે બૂંદી

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની યાદી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 સપ્ટેમ્બર 2026

પરિવર્તિની એકાદશીનુ વ્રત ક્યારે છે ? નોંધી લો તારીખ, શુભ મુહૂર્ત અને પારણનો સમય

આગળનો લેખ
Show comments