બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અયોધ્યા રામ મંદિર
Written By
Last Updated : શનિવાર, 20 જાન્યુઆરી 2024 (18:36 IST)

શુ રામ મંદિરના ફોટોવાળી 500 રૂપિયાની નવી નોટ છપાશે ? અહી જાણો હકીકત

ram mandir
ram mandir
Ram Mandir Image Note: રામ મંદિરનુ ભવ્ય પ્રાણ-પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીના રોજ થવાનુ છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 500 રૂપિયાની નોટની નવી તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.   500 રૂપિયાની નોટોની આ તસવીરોમાં મહાત્મા ગાંધીની જગ્યાએ ભગવાન રામની તસવીર દેખાઈ રહી છે. અગાઉ આ અફવા ફેલાઈ રહી હતી કે આરબીઆઈ 22 જાન્યુઆરીએ રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા આ નોટો બહાર પાડશે. તમને જણાવી દઈએ કે 500 રૂપિયાની નવી નોટના સમાચારને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા હતા. આવી નોટો જારી કરવાના સમાચાર પાછળ કોઈપણ પ્રકારનો કોઈ આધાર નથી.

 
14 જાન્યુઆરીએ શેયર કરવામાં આવ્યો હતો ફોટો 
 
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી 500 રૂપિયાની નકલી નોટમાં લાલ કિલ્લાની જગ્યાએ અયોધ્યાના રામ મંદિર અને ધનુષ અને તીરની તસવીર છે. આ નોટની તસવીર સૌપ્રથમ 14 જાન્યુઆરી, 2024ના રોજ રઘુન મૂર્તિ નામના ટ્વિટર (X) વપરાશકર્તા દ્વારા શેર કરવામાં આવી હતી. આ પછી, નોટના આ ફોટાને લોકોએ ખૂબ પસંદ કર્યો. રામ મંદિરના ફોટો સાથેની આ નોટ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થવા લાગી.