સંબંધિત સમાચાર
- મોદી સરકારના 7 વર્ષ - જાણો તેમના 7 નિર્ણય અને તેની દેશ પર અસર
- CBSE 12the Exams 2021- પોતાના ટ્વીટમાં #modijicancel12thboards સાથે પરીક્ષા રદ્દ કરવાની માંગણી કરી રહ્યા છે વિદ્યાર્થીઓ
- જો મોદી સરકારે મહામારી માટે કામ કર્યું હોત તો વિદેશી મદદની જરૂર જ ન પડી હોત : રાહુલ ગાંધી
- બીજી લહેરનો કહેર અને ત્રીજીનો ભય - શુ સંપૂર્ણ લોકડાઉન લગાવશે મોદી સરકાર ?
- મોદી સરકાર ખેડૂતોને આપી રહી છે વાર્ષિક 42 હજાર રૂપિયા, જાણો તમને કેવી રીતે મળશે ફાયદો
નરેન્દ્ર મોદી : એ સાત પગલાં જેને લીધે ચર્ચામાં રહી મોદી સરકાર
બુધવારે મોદી સરકાર 2.0 ના બે વર્ષ પૂર્ણ થઈ જશે, પરંતુ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા, તેને સાત વર્ષનો સમય થઈ ગયો છે.
ભાજપના અધ્યક્ષ જગત પ્રતાપ નડ્ડાએ પાર્ટીના કાર્યકરોને આહ્વાન કર્યું છે કે પાર્ટી દ્વારા સત્તામાં બીજી ટર્મનાં બે વર્ષની ઉજવણી ન કરવી અને જનતાની વચ્ચે જઈને 'કોવિડસેવા' કરવામાં આવે.
સાત વર્ષ દરમિયાન કોરોના સ્વરૂપે મોદી સામે સૌથી મોટો પડકાર આવીને ઊભો છે, એ વાતે તમામ રાજનેતા અને વિશ્લેષક એકમત જણાય છે.
તા. 16મી મે 2014ના નરેન્દ્ર મોદીએ સત્તાનાં સૂત્ર સંભાળ્યાં હતાં. લગભગ 30 વર્ષ બાદ 16મી લોકસભામાં 282 બેઠક સાથે ભાજપને પૂર્ણ બહુમતી મળી હતી.
17મી લોકસભામાં આ આંકડો હજુ વધુ ગયો હતો.
બંને લોકસભા દરમિયાન કૉંગ્રેસે અનુક્રમે (44 અને 52 બેઠક) સાથે મુખ્ય વિપક્ષ તો બની, પરંતુ 10 ટકા કરતાં વધુ બેઠક ન જીતી શક્યો હોવાથી સત્તાવાર રીતે તેના દરજ્જાથી વંચિત રહી ગઈ છે.
મોદી સરકારને દેશ પર શાસનનાં સાત વર્ષ થયાં છે ત્યારે એ સાત બાબતો ઉપર વિહંગાવલોકન, જેના કારણે સરકાર સૌથી વધુ ચર્ચામાં રહી હતી.