મંગળવાર, 23 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Updated : ગુરુવાર, 6 મે 2021 (22:59 IST)

બીજી લહેરનો કહેર અને ત્રીજીનો ભય - શુ સંપૂર્ણ લોકડાઉન લગાવશે મોદી સરકાર ?

પીએમ મોદીની અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત

દેશમાં કોરોનાના કેસ બેકાબૂ ગતિથી વધી રહ્યા છે. આ સમય દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજી હાલતને લઈને અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી છે. આવામાં એવુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે શુ ફરીથી દેશમાં સંપૂર્ણ લોકડાઉન લાગશે ? પ્રધાનમંત્રીએ તેલંગાના, આંધ્રપ્રદેશ, ઓડિશા, ઝારખંડના મુખ્યમંત્રીઓ સાથે પોંડિચેરી અને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે પણ વાતચીત કરી છે. 
 
ભારતમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવી રહી છે.  ઓક્સિજન, બેડની પરેશાની થઈ રહી છે અને કેસ સતત વધી રહ્યા છે.  લોકડાઉનનીને ચર્ચા એવા સમયે થઈ રહી છે જયારે અનેક રાજ્યો પહેલાથી જ લોકડાઉન, કરફ્યુ, નાઈટ કરફ્યુ, વીકેંડ લોકડાઉન જેવા પગલા ઉઠાવી ચુકી છે. 
 
આવામા શુ ભારત સરકાર સંપૂર્ણ લોકડાઉન લગાવવાને લઈને વિચાર કરી  રહી છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આવી કોઈપણ શક્યતાને નકારવામાં આવી છે. નીતિ આયોગના સભ્ય વીકે પૉલ એ બુધવારે પ્રેસ કૉન્ફેરેંસમાં કહ્યુ કે નેશનલ લોકડાઉનના ઓપ્શન પર પણ ચર્ચા ચાલી રહી છે. 
 
વીકે પૉલનુ નિવેદન એ માટે મહત્વની છે કારણ કે તે નેશનલ કોવિડ 19 ટાસ્ક ફોર્સના હેડ છે.  જો તેના પુરા નિવેદનને જોઈએ તો તેમણે કહ્યુ છે કે હાલની સ્થિતિને લઈને એડવાઈઝરી રજુ કરવામાં આવી છે. સાથે જ જો મીની લોકડાઉન કે લોકડાઉન જેવા પગલાની વાત કરીએ તો હંમેશા ઓપ્શન પર ચર્ચા થાય છે, આવામા જે નિર્ણયોની જરૂર પડશે તે લેવામાં આવશે. 
 
બુધવારની પ્રેસ કૉન્ફ્રેસમાં નીતિ આયોગના સભ્યએ કહ્યુ કે રાજ્ય સરકારોએ પહેલા જ સ્થાનીક સ્થિતિના આધાર પર 10 ટકાથી વધુ પોઝીટિવીટી રેટના આધાર પર જીલ્લાવાર રોક લગાવવાની સલાહ આપવામાં આવી છે. 
 
દેશમાં સંપૂર્ણ લોકડાઉનને લઈને ત્યારે ચર્ચા થઈ રહી છે જ્યારે અનેક રાજ્ય પોતાને ત્યા પહેલા જ લોકડાઉન, કરફ્યુ, નાઈટ કરફ્યુ, વીકેંડ લોકડાઉન જેવા પગલા ઉઠાવી ચુકાય છે. મહારાષ્ટ્ર, કેરલ, રાજસ્થાન, કર્ણાટક, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મઘ્યપ્રદેશ જેવા રાજ્યોમાં રોક લાગૂ છે. 
 
બીજી બાજુ અમેરિકાના ટોપ હેલ્થ એક્સપર્ટ ડો. એંટમી ફાઉચી પણ કહી ચુકી છે કે ભારતને વર્તમાન સ્થિતિથી નિપટવા માટે પોતાની તમામ તાકત લગાવી દેવી પડશે. જો લોકડાઉન લાગી જાય છે તો તે ટ્રાંસમિશનની ગતિને રોકશે. આવા સમયે સરકારે પોતાની પુરી તૈયારી કરવી જોઈએ. 
 
ત્રીજી લહેરની ચેતાવણી 
 
દેશ હાલ કોરોનાની બીજી લહેરનો સામનો જ કરી રહ્યા છે, પણ એક્સપર્ટ્સ ત્રીજી લહેરને લઈને ચેતાવણી પણ આપી ચુક્યા છે. ભારત સરકારના જ પ્રમુખ વૈજ્ઞાનિક સલાહકારે થોડા દિવસ પહેલા કહ્યુ હતુ કે જ્યારે બીજી લહેર દરમિયાન જ દેશની સ્વાસ્થ્ય વ્યવસ્થાની પોલ ખુલી ગઈ તો ત્રીજી લહેરનો મુકાબઓ કેવો હશે. 
 
4 લાખથી વધુ કેસ, ચાર હજાર જેટલા મોત 
 
ગુરૂવારે જ ભારતે કોરોના રેકોર્ડ મામલા નોંધાવ્યા છે. ગુરૂવારે કુલ 4.12 લાખ કેસ નોંધાવ્યા, જ્યારે કે લગભગ 4 હજાર મોત નોંધવામાં આવ્યા છે. ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા પણ તરીસ લાખથી ઉપર બનેલી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ, દિલ્હી, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ એ રાજ્યોમાં સામેલ છે જયા સૌથી વધુ કેસ નોંધવામાં આવી રહ્યા છે. દુનિયામાં હાલ રોજ આવનારા નવા મામલામાં ભારતનુ જ નામ જ સૌથી ઉપર છે.