ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 11 મે 2021 (12:00 IST)

જો મોદી સરકારે મહામારી માટે કામ કર્યું હોત તો વિદેશી મદદની જરૂર જ ન પડી હોત : રાહુલ ગાંધી

કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એક વાર દેશમાં સતત વધી રહેલા કોરોનાના સંક્રમણને લઈને મોદી સરકારને ઘેરી છે.
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકારની ટીકા કરી હતી. તેમણે લખ્યું હતું: વિદેશી આશરો મળ્યા પર કેન્દ્ર સરકાર વારંવાર ગર્વ અનુભવે એ નિરાશાજનક છે. જો મોદી સરકારે પોતાનું કામ યોગ્ય રીતે કર્યું હોત તો આવો સમય જ ન આવ્યો હોત.

 
તેમણે અન્ય એક ટ્વીટમાં મોદી સરકારને ઍપ-નિર્ભર ગણાવી હતી અને લખ્યું હતું કે, દુર્ભાગ્યે કોરોના એમને પણ થઈ રહ્યો છે જેમની પાસે ઇન્ટરનેટની સુવિધા નથી. એટલે કે ભારતની અડધી વસતી.
 
નહીં બચાવે 'અયોગ્ય સેતુ અને NoWin' જેવી ઍપ બલકે વૅક્સિનના બે જૅબ.
 
નોંધનીય છે પાછલા ઘણા સમયથી રાહુલ ગાંધી સોશિયલ મીડિયામાં અને જાહેરમાં મોદી સરકાર પર કોરોનાના મિસમૅનેજમૅન્ટને લઈને હુમલા કરી રહ્યા છે.