મોદી સરકાર ખેડૂતોને આપી રહી છે વાર્ષિક 42 હજાર રૂપિયા, જાણો તમને કેવી રીતે મળશે ફાયદો  
                                       
                  
				  				   
				   
                  				  મોદી સરકાર (Modi Government)એ ખેડૂતોને ફાયદો આપવા માટે અનેક યોજનાઓ  (Scheme for Farmers) શરૂ કરવામાં આવી છે.  પણ તેમા બે એવી યોજનાઓ છે જે ખેડૂતોને વચ્ચે ખૂબ જાણીતી છે અને દરેક ખેડૂત આ યોજનાનો ફાયદો ઉઠાવવા માંગે છે. આ યોજનાઓ છે પીએમ ખેડૂત સમ્માન નિધિ યોજના અને પ્રધાનમંત્રી માનધન યોજના. શુ તમે જાણો છો કે મોદી સરકારની આ બંને સ્કીમ દ્વારા ખેડૂતોને 42000 રૂપિયા વાર્ષિક આપવામા આવે છે. આવો તમને બતાવીએ કે કેવી રીતે તમે સરકાર તરફથી 42000 રૂપિયાનો ફાયદો લઈ શકો છો. 
				  										
							
																							
									  
	 
	આવી રીતે મળે છે 42000 રૂપિયા 
	 
	ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી ખેડૂત સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર મહિને 3000 રૂપિયા આવે છે. એટલે કે વાર્ષિક 36000 રૂપિયા આવ્યા. બીજી બાજુ પીએમ કિસાન યોજના હેઠળ, ખેડૂતોને 2000 રૂપિયા ત્રણ હપ્તામાં દર વર્ષે મળે છે. એટલે કે દર વર્ષે 6000 રૂપિયા આપવામાં આવે છે. તો જો કોઈ ખેડૂતને આ બંને યોજનાનો લાભ મળી રહ્યો છે તો તેને દર વર્ષે 42000 રૂપિયા સરકાર તરફથી મળી જશે. 
				  
	 
	પ્રધાનમંત્રી માનધન યોજનાનો આ લોકો ઉઠાવી શકે છે ફાયદો 
	 
	પ્રધાનમંત્રી ખેડૂત માનધન યોજના હેઠળ 18 થી 40 વર્ષ સુધીના ખેડૂતોના આ સ્ક્રીમનો લાભ મળશે. પણ આ માટે શરત એ છે કે ખેડૂતની પાસે ઓછામાં ઓછી 2 હેક્ટેયરની ખેતીની જમીન હોવી જોઈએ. તેમને દર મહિનાના હિસાબથી 55 રૂપિયાથી લઈને 200 રૂપિયાનુ જ પ્રીમિયમ જમા કરવુ પડશે. 
				  																			
						
						 
							
 
							 
																																					
									  
	 
	આ સ્કીમના હેઠળ પ્રીમિયમની આ રકમ ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ સુધી પે કરવાની હોય છે. ખેડૂતોને આ યોજનાનો ફાયદો ઉઠાવવા માટે જુદુ જુદુ પ્રીમિયમ આપવાનુ હોય છે.  એટલે કે જો કોઈ ખેડૂત 18 વર્ષની વયમાં આ સ્કીમ સાથે જોડાય છે તો તેને દર મહિને 55 રૂપિયાનુ પ્રીમિયમ આપવુ પડશે. બીજી બાજુ જો 30 વર્ષની વયમાં કોઈ ખેડૂત આ સ્કીમ સાથે જોડાય છે તો તેને 105 રૂપિયા પ્રતિ મહિના પ્રીમિયમ આપવુ પડશે.  40 વર્ષની વયે ખેડૂતોને દર મહિને 200 રૂપિયા પ્રીમિયમ આપવુ પડશે. 
				  																		
											
									  
	 
	પીએમ-કિસાનમાં રજિસ્ટર્ડ ખેડૂતોને માનધન યોજના માટે રજીસ્ટ્રેશન નહી કરાવવુ પડે 
	 
				  																	
									  
	ફરીથી રજિસ્ટ્રેશનની જરૂર એ માટે નહી પડે કારણ કે તેના બધા જરૂરી ડોક્યુમેંટ્સ સરકાર પાસે પહેલાથી જ હશે. આ સાથે જ માનધન યોજનાનો ફાયદો ઉઠાવવા માટે ખેડૂતોને આ પણ વિકલ્પ મળશે કે તે પીએમ-કિસાન યોજના હેઠળ મળનારો હપ્તાથી જ માનધન યોજના માટે યોગદાન આપી દે. આ રીતે કિસાન માનધન યોજના હેઠળ યોગદાન માટે ખેડૂતોને પોતાના ખિસ્સામાંથી પૈસા ખર્ચ નહી કરવા પડે.