7th Pay Commision- મોંઘવારી ભથ્થા પર મોદી સરકારએ આવું તો કહ્યુ જેને સાંભળી ખુશ થઈ કેન્દ્રીય કર્મચારી

Last Modified મંગળવાર, 13 એપ્રિલ 2021 (18:01 IST)
50 લાખથી વધારે કેંદ્રીય કર્મચારીને ખૂબ જલ્દી મોટે ખુશખબરી મળશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારએ ગયા મહીને મોંઘવારી ભથ્થા લાવવાની વાત કહી હતી. કેન્દ્રીય વિત્તીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરએ રાજ્યસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં કહ્યુ હતું કે 1 જુલાઈ 2021થી મોંઘવારી ભથ્થાની સુવિધા એક વાર સ્થાપિત કરાશે.

લેખિત જવાબમાં અનુરાગ ઠાકુરએ રાજ્યસભામાં કહ્યુ હતુ એક વાર જ્યારે કે કેન્દ્રીય કર્મચારીઓને 1 જુલાઈ 2021થી રિવાઈજ્ડ (સુધારેલ) ભત્થો આપવામાં આવશે. કેન્દ્ર સરકારે ગયા વર્ષ મોંઘવારી ભથ્થા પર

પ્રતિબંધ મૂક્યો હતો. આ રોકાણ 2021 જૂન સુધીનો છે. સરકારની આ જાહેરાતથી 52 લાખ કર્મચારીઓને મોટી રાહત મળશે.

અનુરાગ ઠાકુરે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે, "1 જુલાઈએ મોંઘવારી ભથ્થું પ્રસ્થાપિત કરવામાં આવે, ત્યારે સુધારેલા વ્યાજની સાથે કર્મચારીઓને અગાઉના હપ્તા ઉમેરવામાં આવશે.

સાતમુ વિત્ત આયોગ
વિત્ત રાજ્યમંત્રીની જાહેરાત મુજબ જો આ વ્યવસ્થા લાગૂ થશે તો કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થા 17 ટકા થી વધીને 28 ટકા સુધી પહોંચી શકે છે. આ 11 ટકમાં 3 ટકા જાન્યુઆરી 2020 થી જૂન 2020 સુધી

માટે 4 ટકા જુલાઈ 2020 થી ડિસેમ્બર 2020 સુધી માટે
4 ટકા જાન્યુઆરી 2021 થી જૂન 2021 સુધી ઉમેરવાની અપેક્ષા

પેન્શનરોને પણ ફાયદો
છેલ્લા એક વર્ષથી કેન્દ્રીય કર્મચારીઓ તેમજ પેન્શનરોનો મોંઘવારી ભથ્થું રોકાયો છે. આ
સ્થિતિમાં જો મોંઘવારી ભથ્થું પુન સ્થાપિત કરવામાં આવે તો 58 લાખ પેન્શનરોને તેનો લાભ મળશે. નિવૃત્ત કેન્દ્ર

સરકારના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થાનો લાભ મળે છે જેથી વધતી મોંઘવારી તેમના ખિસ્સા પર અસર ન કરે. ગયા વર્ષે, સરકારે કોરોનાથી રોકીને 37,430.08 કરોડ રૂપિયાની બચત કરી હતી.


આ પણ વાંચો :