સોમવાર, 7 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 એપ્રિલ 2021 (13:53 IST)

ગુજરાતના ગામડાઓમાં કોરોનાનું સંક્રમણ હદ બહાર વધી રહ્યું છે, ઉત્તર ગુજરાતમાં પરિસ્થિતિ ગંભીર

ગુજરાતમાં કોરોનાનો કહેર તિવ્રગતિએ વધી રહ્યો છે, કોરોના ની બીજી લહેરમાં શહેરો કરતા ગામડાઓમાં કેસો વધી રહ્યા છે, તે જોતા હવે કોરોનાએ માત્ર ચોક્કસ શહેરો જ નહીં આખા ગુજરાત માં ભરડો લીધો છે અને દિવસે ને દિવસે પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે..માત્ર એપ્રિલ ના 11 દિવસમાં જ મહાનગરો કરતા જિલ્લાઓમાં કેસો ડબલ ગતિ એ વધ્યા છે, જેમાં જિલ્લાઓમાં 214 ટકા કેસ નોંધાયા છે જેની સામે શહેરોમાં 104 ટકા કેસ થયા છે.

કોરોનાના કહેરના આંકડા પણ ગંભીર બની રહ્યાં છે, જેમાં એપ્રિલના 11 જ દિવસમાં રોજેરોજના કેસોમાં 174 ટકા નો વધારો રહ્યો છે. ઝોન વાઇઝ કોરોનાના કેસોનો ગ્રોથ જોવામાં આવે તો સૌથી વધુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ એટલે કે ગામડાંમાં 11 દિવસમાં 62 માંથી સીધા 365 કેસોનો વધારો થયો છે, આજ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 31 માર્ચે 162 કેસ હતા જે વધીને 461 સુધી પહોંચી ગયા છે, મધ્ય ગુજરાતમાં 167 કેસ થી વધી ને 429 અને સૌરાષ્ટ્ર-કચ્છમાં 167 કેસ વધી ને 513 થાય છે. આમ, છેલ્લા 11 દિવસોમાં તો કોરોના એ ગુજરાત ના ગામડાઓમાં ખૂબ ઝડપથી પગપેસારો કર્યો છે, એપ્રિલના કેસોની ટકાવારી મુજબ 33 જિલ્લામાં 214 ટકા અને 8 શહેરોમાં 104 ટકા વધ્યા છે. શહેરોની સાથે જે રીતે ગામડાઓમાં કોરોનાની ગતિ વધી રહી છે. તે જોતાં કોરોનાની લહેર ખતરનાક સાબિત થઈ શકે છે. ઉત્તર ગુજરાતમાં નવા કેસોની વિગતો જોઈએ તો મહસાણામાં 143, પાટણમાં 104, બનાસકાંઠામાં 94, સાબરકાંઠામાં 24 અને અરવલ્લીમાં 171 મળી કુલ 536 કેસ નોંધાયા છે. મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણામાં 59, કડીમાં 50, વિસનગરમાં 20, વિજાપુરમાં 7, વડનગર-સતલાસણામાં 2-2, ઊંઝા-બહુચરાજી-જોટાણામાં 1-1 કેસ નોંધાયા છે.