સંબંધિત સમાચાર
- ચીન એવરેસ્ટની ટોચ પર વિભાજનરેખા ખેંચવા કેમ માગે છે?
- જેરૂસલેમ કટોકટી : પેલેસ્ટાઇનનો રૉકેટ હુમલો, ઇઝરાયલની ઍરસ્ટ્રાઇક, અનેક દેશોની શાંતિની અપીલ
- કોરોના : આંધ્ર પ્રદેશમાં ઓક્સિજનની અછતથી 11 દર્દીઓનાં મોત, પરિવારજનોના તંત્ર પર સવાલ
- કોરોના સામેનું 'મુંબઈ મૉડલ' : જેણે સૌથી અસરગ્રસ્ત મહારાષ્ટ્રમાં કોરોનાને ટક્કર આપી
- કોરોનાથી ગભરાશો નહીં, ગુજરાતમાં પૂરતાં સંસાધન, સરકાર તમારી પડખે છે : રૂપાણી
નાઇજીરિયા : એ બજાર જ્યાં રૂપિયા છે બેકાર, ફક્ત સાટાનો છે વેપાર
આજની આપણ જિંદગી એવી છે કે પૈસા વગર પાંદડું પણ ન હલાવી શકીએ, એમ કહીએ તો ચાલે.
જીવનમાં દરેક પગલે ઑનલાઇન કે ઑફલાઇન પૈસા વગર કોઈ ખરીદી શક્ય નથી.
જોકે, વસ્તુ કે સેવાના બદલે સામે વસ્તુ કે સેવા એ પદ્ધતિ માણસે ચલણની શોધ થઈ એ અગાઉ જ બનાવી લીઘી હતી.
એક સમયે સાટાની પદ્ધતિ સામાન્ય હતી અને ફક્ત વસ્તુ કે સેવા માટે જ નહીં લગ્નસંબંધો સુધી તેનો વ્યાપ હતો.
હાલ ભારતમાં વસ્તુ કે સેવામાં સાટા પદ્ધતિ ખાસ જોવા નથી મળતી પણ લગ્નસંબંધોમાં તે હજી અનેક જ્ઞાતિઓમાં છે ખરી.
જોકે, અહીં વાત છે એ બજારની જ્યાં તમારે ખરીદી કરવી હોય તો તમારા પૈસાનું કોઈ મૂલ્ય નથી, તમારે વસ્તુના બદલે સામે વસ્તુ જ ચૂકવવી પડશે.