1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
  4. Bipasha Basu Marries Karan Singh Grover: Celebs Congratulate on Twitter

બિપાશા બાસુ અને કરન સિંહ ગ્રોવર લગ્નબંધનમાં બંધાયા, શુભેચ્છા આપવા બોલીવુડ ઉમટ્યુ (જુઓ ફોટા)

બિપાશા બાસુ
કરન સિંહ ગ્રોવર અને બિપાશા બાસુના લગ્ન મુંબઈની હોટલ સુબરબનમાં શનિવારે સાંજે થયા. લગ્નની બધી રીતિ રિવાજો બંગાળી રિવાજ મુજબ પુર્ણ કરવામાં આવી. લગ્ન દરમિયાન બોલીવુડના આ બંને કલાકારો ખૂબ જ ખુશ જોવા મળ્યા. 


બિપાશા બાસુ અને કરનના લગ્ન પર ઘણા દિવસો પહેલાથી જ પ્રશંસકોની નજર હતી. છેલ્લા એક મહિનાથી વધુ સમયથી બંને લગ્નની તૈયારીઓ કરી રહ્યા હતા. 

જ્યા એક બાજુ બિપાશા લાલ રંગના દુલ્હનના પહેરવેશમાં જોવા મળી તો બીજી બાજુ કરન બંગાલી અંદાજમાં જોવા મળ્યા. બિપાશાએ પોતાના લગ્નને સોશિયલ મીડિયા પર #monkeywedding નામ આપ્યુ છે. કરનને બિપાશા મંકી કહીને બોલાવે છે તેથી આ લગ્નને તેને આવુ નામ આપ્યુ. 
 

દુલ્હન બનેલ બિપાશા જ્યારે કોઈ વાત પર ખડખડાટ હસતી ત્યારે કરન સિંહ પોતાની દુલ્હનિયાના ચેહરા પરથી નજર નહોતા હટાવી શકતા. 

બિપાશા અને કરનને શુભેચ્છા આપવા માટે બોલીવુડના અનેક જાણીતા કલાકારો પહોંચ્યા. 
 
કરન સિંહ ગ્રોવરે બિપાશા સાથે લગ્નના આ ક્ષણને સુંદર ગણાવી છે. કરન સિંહ અને બિપાશા છેલ્લા ઘણા સમયથી લિવ ઈનમાં રહી રહ્યા હતા.  



રિતેશ દેશમુખ તેમની પત્ની જેનેલિયા દેશમુખ સાથે બિપાશાને શુભેચ્છા આપવા આવ્યા હતા 




બિપાશાને આ લગ્ન કોઈ સ્વપ્ન જેવા લાગી રહ્યા હતા તે ખૂબ જ ખુશ જોવા મળી હતી 








આ છે બિપાશાની ફેમિલી 


ये भी पढ़ें
ગુજરાતી જોક્સ- છોકરા -છોકરી