સંબંધિત સમાચાર
- સુનીલ શેટ્ટીની મુંબઈ સ્થિત બિલ્ડીંગ સીલ કોરોનાના કારણે બીએમસીએ પગલાં ઉપાડ્યા
- Rajinikanth Quits Politics: રજનીકાંતનો મોટો નિર્ણય, રાજનીતિમાં નહી મુકે પગ, પાર્ટી પણ ખતમ કરી
- Vinay Pathak Birthday- ખોસલા કા ઘોંસલાથી ભેજા ફ્રાઈ સુધી વિનય પાઠકની ટૉપ 5 ફિલ્મો જેણે ફેંસનો દિલ જીત્યું
- Happy Birthday એવલિન શર્માનો મસ્ત મસ્ત અંદાજ
- સાહો ફેમ એવલિન શર્માના ઘરે આવશે નાનકડુ મેહમાન 2 મહીના પહેલા કર્યા હતા લગ્ન
BMC Sealed Prithvi Apartments - આ કારણે સીલ થઈ સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ
કોવિડ 19ની બીજી લહેર ગયા પછી લોકોનુ જીવન ફરીથી પાટા પર પરત ફરવા માંડ્યુ છે. પણ બીજી લહેર વીત્યા પછી લોકો વચ્ચે જોરદાર બેદરકારી જોવા મળી રહી છે. જ્યારબા ત્રીજી લહેર આવવાનુ સંકટ વધી ગયુ છે. સરકાર દ્વારા વારંવાર લોકોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. પણ લોકો ઘડલ્લેથી નિયમોનુ ઉલ્લંઘન કરી રહ્યા છે.
હવે લોકો વચ્ચે વધતી બેદરકારી અને કોવિડ 19ના નવા ડેલ્ટા વેરિએંટ કેસ સામે આવ્યા પછી બીએમસીએ મુંબઈના પૃથ્વી અપાર્ટમેંટ્સને સંપૂર્ણ રીતે સીલ કરી દીધુ છે. બીજી બાજુ એપાર્ટમેંટ છે જયા બોલીવુડ એક્ટર સુનીલ શેટ્ટીનો પરિવાર રહે છે. જો કે રાહતની વાત એ છે કે અભિનેતાઓ પરિવાર એકદમ સુરક્ષિત છે. બીએમસીએ આ પગલુ સાવધાનીના રૂપમાં ઉઠાવ્યુ છે.
ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલ સમાચાર મુજબ અભિનેતાના મકાનમાં કોવિડ 19 ડેલ્ટા વેરિયન્ટના ત્રણ કેસ મળી આવ્યા છે, ત્યારબાદ બીએમસીએ આખી બિલ્ડિંગને સીલ કરી દીધી છે. નિયમ મુજબ, જો કોઈ બિલ્ડિંગમાં પાંચ કે તેથી વધુ કોરોના કેસ જોવા મળે છે, તો પછી તેને સીલ કરવું જરૂરી છે.
BMC has sealed 'Prithvi Apartments' building located at Altamount Road, South Mumbai as few people found #COVID19 positive. Bollywood actor Suniel Shetty resides in the building.
— ANI (@ANI) July 12, 2021
Sunil Shetty's entire family is safe: BMC Assistant Commissioner Prashant Gaikwad pic.twitter.com/gBjjMW2hVH
બીએમસીના આસિસ્ટેંટ કમિશ્નર પ્રશાંત ગાયકવાડે ન્યુઝ એજંસી એનએનઆઈ સાથે વાત કરતા આ સમાચારની ચોખવટ કરી છે અને જણાવ્યુ કે કોવિડના કેટલાક કેસ સામે આવ્યા પછી બીએમસીએ સાઉઠ મુંબઈના Altamount Road પર આવેલ પૃથ્વી એપાર્ટમેંટને સીલ કરી દીધુ છે. કમિશ્નરે એ પણ માહિતી આપી છે કે અભિનેતાઓ પરિવાર એકદમ સુરક્ષિત છે.
તમને યાદ અપાવી દઈએ કે મુંબઈ તે શહેર છે જ્યાં કોરોનાની બીજા લહેરના સૌથી કેસ નોંધાયા હતા. આજથી બે મહિના પહેલા આખા શહેરમાં કોવિડને કારણે હાહાકાર મચી ગયો હતો. જે બાદ મુંબઇમાં પ્રથમ મીની લોકકડાઉન લાગુ કરવામાં આવ્યું. ટીવી સિરિયલો અને ફિલ્મ્સના શૂટિંગ ઉપર પણ બંધ કરવામાં આવ્યા હતા.
