1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : સોમવાર, 12 જુલાઈ 2021 (13:22 IST)

સુનીલ શેટ્ટીની મુંબઈ સ્થિત બિલ્ડીંગ સીલ કોરોનાના કારણે બીએમસીએ પગલાં ઉપાડ્યા

sunil shetty building seal
એક્ટર સુનીલ શેટ્ટીની બિલ્ડિંગ સીલ કરી દીધુ  છે. તે મુંબઈ સ્થિત પૃથ્વી અપાર્ટમેંટસ બિલ્ડિંગમાં રહે છે. સુનીલ શેટ્ટી તેમની પત્ની માના શેટ્ટી, દીકરી અથિયા શેટ્ટી અને દીકરા અહાન શેટ્ટીની સાથે અહીં જ રહે છે. 
 
બિલ્ડિંગ દક્ષિણી મુંબઈના અલ્ટામાઉંટ રોડ પર સ્થિત છે. 
 
કોરોનાના કારણે એક્શન 
હકીકતમાં બિલ્ડિંગમાં કોરોનાના ઘણા કેસ સામે આવ્યા પછી બીએમસીએ આ પગલા ઉઠાવ્યા છે. નિયમ મુજબ કોઈ પણ બિલ્ડિંગમાં પાંચ કોરોના કેસ મળતા તેને સીલ કરાશે. 
 
પરિવાર સુરક્ષિત 
સમાચાર એજેંસી એએનઆઈના મુજબ બીએમસી એસિસ્ટેંટ કમિશ્નરએ જણાવ્યુ કે "સુનીલ શેટ્ટી અને તેમનો આખુ પરિવાર સુરક્ષિત છે." 
 
બહાર છે પરિવાર 
સુનીલ શેટ્ટીના પ્રવક્તાએ જણાવ્યુ કે અત્યારે એક્ટર અને તેમના પરિવાર મુંબઈથી બહાર છે. સુનીલ શેટ્ટી લાંબા સમયથી આ અપાર્ટમેંટ્માં રહી રહ્યા છે. 
 
જણાવીએ કે મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવાઈ છે. તેથી બીએમસી આખા એક્શન મોડમાં છે.