સંબંધિત સમાચાર
- IND vs NZ: ન્યૂઝીલૅન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં ક્લિનસ્વીપ બાદ ભારતીય કૅપ્ટન રોહિત શર્માએ શું કહ્યું?
- IND vs NZ: મુંબઈ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો લીધો નિર્ણય , બંને ટીમના પ્લેઈંગ 11માં પણ ફેરફાર
- ઝિમ્બાબ્વેએ ટી20 માં હાંસલ કરી અત્યાર સુધીની સૌથી મોટી જીત, રેકૉર્ડ બનાવ્યો, ફટકાર્યા 344 રન
- IND vs NZ 1st Test Live: ઋષભ પંત સદી મારવાથી ચુક્યા, ટી બ્રેક સુધી ભારતે બનાવ્યા 438/6
- IND vs NZ 1st Test Day 2 Live: ભારતીય ટીમના બીજા દિવસે મુશ્કેલીમાં, 40ના સ્કોર પર પડી 9 વિકેટ
ક્રિકેટર રિદ્ધિમાન સાહાએ ક્ષેત્ર સન્યાસની જાહેરાત કરી
Wriddhiman Saha - ભારતીય ક્રિકેટર રિદ્ધિમાન સાહાએ ક્રિકેટમાંથી ક્ષેત્ર સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેમણે ઍક્સ ઉપર સોશિયલ મીડિયા પોસ્ટ મૂકીને આ વાતની જાહેરાત કરી હતી.
સાહાએ તેમના ટ્વીટમાં લખ્યું, "ક્રિકેટની યાદગાર સફર બાદ આ સિઝન મારી છેલ્લી સિઝન હશે. નિવૃત્ત થતાં પહેલાં માત્ર રણજી ટ્રૉફી રમીને, બંગાળનું પ્રતિનિધિત્વ કરવાની તક મેળવીને હું ગૌરવની અનુભૂતિ કરું છું. આવો આ સિઝનને યાદગાર બનાવીએ."
સાહા લાંબા સમયથી બંગાળના વિકેટકીપર તરીકે રણજી ટીમમાં રમી રહ્યા છે.
રિદ્ધિમાન સાહા ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પણ રમી ચૂક્યા છે. તેમણે 40 ટેસ્ટ મૅચમાં 1353 રન ફટકાર્યા છે. આ સિવાય નવ વનડે મૅચમાં 41 રન બનાવ્યા છે.
સાહાએ છેલ્લે વર્ષ 2021માં છેલ્લી ટેસ્ટ મૅચ રમી હતી. તેમણે લગભગ 10 વર્ષ અગાઉ 2014માં છેલ્લી વનડે મૅચ રમી હતી.
તેઓ આઈપીએલની પાંચ ટીમો વતી મેદાનમાં ઊતરી ચૂક્યા છે. કોલકતા નાઇટ રાઇડર્સ, ચેન્નાઈ સુપરકિંગ્સ, પંજાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ તથા ગુજરાત ટાઇટન્સના માલિકોએ અલગ-અલગ સિઝનમાં સાહા ઉપર દાવ લગાવ્યો હતો.
