રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 19 ઑક્ટોબર 2024 (15:55 IST)

IND vs NZ 1st Test Live: ઋષભ પંત સદી મારવાથી ચુક્યા, ટી બ્રેક સુધી ભારતે બનાવ્યા 438/6

Live Cricket Score Today, IND vs NZ 1st Test Day 4: બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના ત્રીજા દિવસની રમતના અંતે પણ ન્યુઝીલેન્ડની ટીમે મેચ પર મજબૂત પકડ જમાવી છે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ત્રણ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના પ્રથમ દાવને માત્ર 46 રને ઓલઆઉટ કર્યા બાદ ન્યૂઝીલેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 402 રન બનાવ્યા હતા, જેમાં રચિન રવિન્દ્રએ શાનદાર સદી ફટકારી હતી.


-પંત 99 રન પર આઉટ
રિષભ પંત આ મેચમાં શાનદાર બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ તે 99 રન બનાવીને આઉટ થયો હતો. પંતે આ મેચમાં 105 બોલમાં 99 રન બનાવ્યા હતા. જ્યાં તેણે 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ટીમનો સ્કોર 433/5
 
- ઋષભ પંત સદીની નજીક
ભારતીય ટીમે બેંગલુરુ ટેસ્ટ મેચમાં તેના બીજા દાવમાં 87 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 426 રન બનાવ્યા છે. રિષભ પંત 97 રને અને કેએલ રાહુલ 6 રને રમી રહ્યા છે. ટીમ ઈન્ડિયા પાસે હવે 71 રનની લીડ છે.
 
- સરફરાઝ ખાન 150 રન બનાવીને પેવેલિયન પરત  
બેંગલુરુ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને બીજી ઇનિંગમાં 408 રનના સ્કોર પર ચોથો ફટકો સરફરાઝ ખાનના રૂપમાં લાગ્યો હતો જે 150 રનની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો હતો. હવે કેએલ રાહુલ રિષભ પંતને સપોર્ટ કરવા મેદાન પર બેટિંગ કરવા ઉતર્યો છે.
 
- સરફરાઝ ખાને પોતાના 150 રન પૂરા કર્યા
ન્યૂઝીલેન્ડ સામેની બેંગલુરુ ટેસ્ટ મેચના ચોથા દિવસે સરફરાઝ ખાને પોતાની સદીને મોટા સ્કોરમાં બદલીને 150 રન પૂરા કર્યા છે. હાલમાં તેની સાથે બેટિંગ કરી રહેલો ઋષભ પંત 89 રન બનાવીને રમી રહ્યો છે. ટીમ ઈન્ડિયા પાસે હવે 52 રનની લીડ છે.
 
- ભારતે 400 રનનો આંકડો પાર કર્યો
ભારતીય ટીમે બેંગલુરુ ટેસ્ટ મેચમાં તેની બીજી ઇનિંગમાં 400 રનનો આંકડો પાર કરી લીધો છે. જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે 80 ઓવર પૂરી થયા બાદ બીજો નવો બોલ લીધો છે. ટીમ ઈન્ડિયા પાસે હવે 46 રનની લીડ છે.
 
- પંત અને સરફરાઝ વચ્ચે 150 રનની ભાગીદારી
બેંગલુરુ ટેસ્ટ મેચમાં સરફરાઝ ખાન અને રિષભ પંત વચ્ચે ચોથી વિકેટ માટે 150 રનની ભાગીદારી થઈ હતી.
 
- ભારતે લીધી 19 રનની લીડ 
બેંગલુરુ ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગની 356 રનની લીડને ખતમ કરીને હવે 19 રનની લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાએ તેના બીજા દાવમાં 76 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 375 રન બનાવ્યા છે. સરફરાઝ ખાન 135 અને ઋષભ પંત 73 રન પર રમી રહ્યા છે.
 
 
IND vs NZ 1st Test Live: સરફરાઝ ખાને પોતાના ટેસ્ટ કરિયરની પહેલી સદી ફટકારી 

 
ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાને શાનદાર બેટિંગ કરી અને પોતાની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી. સરફરાઝે ચોથા દિવસે 70 રનથી આગળ રમવાનું શરૂ કર્યું અને આક્રમક બેટિંગ કરી. સરફરાઝની સદીની મદદથી ભારતે બીજા દાવમાં ત્રણ વિકેટે 274 રન બનાવ્યા છે અને હાલમાં તે ન્યૂઝીલેન્ડથી 82 રનથી પાછળ છે. તેની સદી ફટકારતાની સાથે જ સરફરાઝે ખુશીથી ઉછળીને પોતાની ઇનિંગ સેલીબ્રેટ કરી.