બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 16 નવેમ્બર 2023 (12:22 IST)

Mohammed Shami ICC World Cup 2023 - વર્લ્ડકપના ઈતિહાસમાં પહેલીવાર શમીની બોલિંગે કર્યો આ જાદુ

Mohammed Shami ICC World Cup 2023: ભારતીય ટીમે ધમાકેદાર અંદાજમાં ન્યુઝીલેંડને 70 રનથી હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો. ટીમ ઈંડિયાના કપ્તાન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. જે યોગ્ય સાબિત થયો. ભારતે ન્યુઝીલેંડની ટીમને જીતવા માટે  398 રનનુ ટારગેટ આપ્યુ, જેના જવાબમાં કીવી ટીમ 327 રન પર ઓલઆઉટ થઈ ગઈ.  ભારત તરફથી મોહમ્મદ શમીએ ઘાતક બોલિંગનો નમૂનો રજુ કર્યો અને અનેક મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત કર્યા. બીજી બાજુ શમીએ પોતાની બોલિંગથી એક એવુ કારનામુ કર્યુ છે જે આજથી પહેલા વનડે વર્લ્ડકપના ઈતિહાસમાં કોઈ પણ બોલર કરી શક્યો નહોતો. 
 
શમીએ મેચમાં ઝટકી 7 વિકેટ 
 
ન્યુઝીલેન્ડ સામેની સેમીફાઈનલમાં મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી હતી. ન્યુઝીલેન્ડના બેટ્સમેનો તેમની બોલિંગ સામે ટકી શક્યા ન હતા અને એક પછી એક પેવેલિયન ભેગા થયા હતા. શમી સેમીફાઈનલમાં ટીમ ઈન્ડિયા માટે બ્રહ્માસ્ત્ર બની ગયો હતો, જેના માટે ન્યૂઝીલેન્ડ પાસે કોઈ જવાબ નહોતો. તેણે 9.5 ઓવરમાં 57 રન આપીને 7 વિકેટ લીધી અને એક વનડે મેચમાં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યો.
 
પહેલીવાર થયો આ કરિશ્મા 
વનડે વર્લ્ડકપ 2003ના શરૂઆતી મેચમાં તેમણે રમવાની તક મળી નહોતી. પણ ત્યારબાદ સ્ટાર ઓલરાઉંડર હાર્દિક પંડ્યા ઘાયલ થઈ ગયા અને તેમને રમવાની તક મળી ગઈ. તેમણે આ અવસરનો પુરો ફાયદો ઉઠાવ્યો અને ટીમ ઈંડિયાના બોલિંગ આક્રમણની મુખ્ય કડી બની ગયા.  ત્યારબાદ તેમને વર્તમાન વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા માટે સારું પ્રદર્શન કર્યું છે. એ ઈતિહાસ છે. શમી ODI વર્લ્ડ કપની એક જ આવૃત્તિમાં ત્રણ વખત પાંચ વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો છે. તેમની પહેલાં આ સિદ્ધિ કોઈ કરી શક્યું ન હતું.
 
તેમણે વર્તમાન વર્લ્ડકપમાં ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેંડના વિરુદ્ધ 5 વિકેટ, શ્રીલંકા વિરુદ્ધ પાંચ વિકેટ અને ન્યુઝીલેંડના વિરુદ્ધ સેમીફાઈનલમાં 7 વિકેટ મેળવી છે. આ ઉપરાંત તે વનડે વર્લ્ડકપમાં સૌથી વધુ પાંચ વિકેટ હૉલ લેનારા બોલર બની ગયા છે. તેમના નામે હવે 4 પાંચ વિકેટ હોલ થઈ ગઈ છે. 2 પાંચ વિકેટ હોલ સાથે મિચેલ સ્ટાર્ક બીજા નંબર પર છે. 
 
ભારતે મેળવી જીત 
ભારતે ચાર વિકેટ પર 397 રન બનાવ્યા અને આ રીતે વિશ્વકપના નૉકઆઉટ ચરણમાં સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ પોતાને નામે કર્યો.  જેના જવાબમાં ન્યુઝીલેંડની ટીમ 48.5 ઓવરમાં 327 રન બનાવીને આઉટ થઈ ગઈ. ભારત તરફથી વિરાટ કોહલી (117 રન) અને શ્રેયસ ઐય્યર (105 રન) એ સદી બનાવી. આ બંનેયે 128 બોલ પર 163 રન જોડ્યા. કપ્તાન રોહિત શર્માએ 29 બોલ પર 47 રન તો બીજી બાજુ શુભમન ગિલે અણનમ 80 રનની રમત રમી.  કેએલ રાહુલ 39 રન બનાવીને અણનમ રહ્યા. આ પ્લેયર્સને કારણે જ ટીમ ઈંડિયા મોટો સ્કોર બનાવવામાં સફળ રહી.