સંબંધિત સમાચાર
- ચૂંટણી જંગ માટે તંત્ર સજ્જ: અમદાવાદમાં 4257 મતદાન બૂથ તૈયાર, ગરમીને જોતા દરેક કેન્દ્ર પર ORS અને મેડિકલ કિટની સુવિધા
- રાજ્ય ચૂંટણી પંચનો મોટો આદેશ - સોશિયલ મીડિયા કેમ્પેઇન પાછળ થતા લાખોના ખર્ચનો હિસાબ નોંધાવવો હવે થયો ફરજિયાત
- પોરબંદર મહાનગરપાલિકા: વોર્ડ નં. 9 બન્યું રાજકીય રણમેદાન, એક જ બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને 'આપ'ના દિગ્ગજો સામસામે
- રાહુલ ગાંઘી કુંવારા છે તેઓ મહિલાઓને નથી સમજતા... BJP અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આ શું બોલ્યા
- પાટણ ભાજપમાં 'સફાયો': ચૂંટણી પહેલા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 26 કાર્યકરો 6 વર્ષ માટે સસ્પેન્ડ
ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: પ્રચારના પડઘમ શાંત, હવે શરૂ થશે 'ખાટલા બેઠકો'નો દોર; 26 એપ્રિલે ભાવિનો ફેંસલો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલો ધમધમાટ હવે શાંત થઈ ગયો છે. . ચૂંટણી પંચના નિયમ અનુસાર મતદાનના 48 કલાક પહેલા જાહેર પ્રચાર પર પ્રતિબંધ આવી જતો હોવાથી હવે લાઉડસ્પીકરો, જાહેર સભાઓ અને ભવ્ય રેલીઓ જોવા મળશે નહીં. રાજકીય પક્ષોના ભોંગળાઓ શાંત થતાની સાથે જ હવે ઉમેદવારો માટે 'ડોર-ટુ-ડોર' સંપર્ક અને વ્યક્તિગત પ્રચારનો તબક્કો શરૂ થશે.
ખાટલા અને ઓટલા બેઠકો દ્વારા અંતિમ રણનીતિ
જાહેર પ્રચાર ભલે શાંત થયો હોય, પરંતુ રાજકીય ગરમાવો હવે આંતરિક વ્યૂહરચનાઓમાં બદલાઈ જશે. દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો હવે છેલ્લી ઘડીના મતદારોને રીઝવવા માટે ગુપ્ત બેઠકો, ખાટલા બેઠકો અને ઓટલા પરિષદોનો સહારો લેશે. મહોલ્લાઓ અને સોસાયટીઓમાં જઈને વધુમાં વધુ મતદાન પોતાના પક્ષમાં કેવી રીતે કરાવવું અને વિરોધીઓના મતોમાં ગાબડું કેવી રીતે પાડવું તેની ગણતરીઓ હવે તેજ બનશે.
વહીવટી તંત્ર સજ્જ: મતદાન મથકો પર તૈયારીઓ પૂર્ણ
પ્રચાર શાંત થતાની સાથે જ ચૂંટણી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ઈવીએમ (EVM) મશીનોને સ્ટ્રોંગ રૂમમાંથી મતદાન મથકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સંવેદનશીલ બૂથો પર વધારાનો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આચારસંહિતાના ભંગને રોકવા માટે ફ્લાઈંગ સ્ક્વોડ અને સર્વેલન્સ ટીમોને સતત વોચ રાખવાની સૂચના અપાઈ છે, જેથી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન સુનિશ્ચિત કરી શકાય.
આકરી ગરમી વચ્ચે મતદાન પર સૌની નજર
આગામી 26 એપ્રિલના રોજ યોજાનારા મતદાન પર હવે સમગ્ર રાજ્યની નજર છે. હવામાન વિભાગ દ્વારા મતદાનના દિવસે આકરી ગરમીની આગાહી કરવામાં આવી હોવા છતાં, તંત્ર અને રાજકીય પક્ષો વધુમાં વધુ મતદાન થાય તેવા પ્રયાસો કરી રહ્યા છે. જનતા જનાર્દન કોના પક્ષમાં મતદાન કરીને સત્તાનું સૂત્ર સોંપશે તેનો ફેંસલો હવે રવિવારે ઈવીએમમાં કેદ થશે. 26 તારીખે સવારે 7 વાગ્યાથી લોકશાહીના આ પર્વનો આરંભ થશે.
