1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
  4. gujarat-in-second-position-of-counterfeit-notes

નકલી નોટોના સોદાગરો માટે ગુજરાત બન્યુ સ્વર્ગ !!

નકલી નોટોની જાપ્તી મામલે ગુજરાત બીજા સ્થાન પર !!
. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મસ્થળ ગુજરાત એ પાંચ ભારતીય રાજ્યોમાં ટોચ પર છે જે નકલી નોટ ખપાવવાની દ્રષ્ટિથી સૌથી સુરક્ષિત માનવામાં આવે છે. આ વાત રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ની તરફથી રજુ તાજા આંકડામાં નીકળીને સામે આવી છે. નકલી નોટ કથિત રૂપે પાકિસ્તાનની ઈંટર-સર્વિસેજ ઈંટેલીજેંસ એજંસી દ્વારા ભારતીય રાજ્યોમાં ખપાવવામાં આવી રહી છે.  
 
વર્ષ 2014માં દેશભરમાંથી જપ્ત કરવામાં આવેલ  3,03,54,604 નકલી નોટોમાંથી 87,47,820 નોટ ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવી હતી. બીજી બાજુ છત્તીસગઢમાં 73,86,900 જ્યારે કે આંધ્ર પ્રદેશમાં  54,37,600; પંજાબમાં 32,49,000 અને હરિયાણામાં 16,96,850 નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી. 
 
અધિકારીઓએ જણાવ્યુ હતુ કે હવે અસલ અને નકલી નોટનો તફાવત ઘટી રહ્યો છે. લગભગ પાંચ જેટલા ફરક હતા જેનાથી અસલી અને નકલી  નોટની ઓળખ થતી હતી. તે હવે બિલકુલ ગાયબ છે. પહેલા કાગળની ક્વોલિટી પરથી કહી શકાતુ હતુ કે આ નકલી છે. પણ હવે આ કાગળની ક્વોલિટી સમાન થઈ ગઈ છે. નોટ પરનુ ખરબચડાપણું પણ સમાન છે. પહેલા નોટમા રહેલા દોરા પરથી પણ કહી શકાતુ હતુ કે આ નોટ અસલ છે કે નકલી છે. પણ હવે તો આ વાત પણ સમાન છે. જેના કારણે સામાન્ય વ્યક્તિ તો અસલી અને નકલી નોટનો ભેદ પારખી જ શકતો નથી.  નોટમાં ગાંધીજીનો ઘુંઘળો ફોટો એક તફાવત હતો પણ હવે તે પણ સમાન છે. 
 
દેશમાં જે નકલી નોટ ઝડપાઈ તેમા 1000ની સૌથી વધારે 19,895,000 હતી. જ્યારે કે 500ની 9,490,500 અને 100ની 9,38,800 અને પચાસની 25000 નોટો ઝડપાઈ હતી. 1000ની સૌથી વધારે 72,24,000 નોટ છત્તીસગઢમાંથી ઝડપાઈ હતી.  
 
નકલી નોટોની જપ્તી બાબતે ગુજરાત બીજા સ્થાન પર છે. અહી 1000 રૂપિયાની 24,41,000 નકલી નોટો જપ્ત થઈ.