એક્શનમાં મોદી સરકાર - સોના ખરીદનારા અને વેચનારાઓનું થશે વેરિફિકેશન
કાળાનાણા પર સર્જિકલ સ્ટ્રાઈક પછી હવે સરકારનીનજર છુપાયેલા ધન કુબેરો પર છે. આવકવેરા વિભાગ અને પ્રવર્તન નિદેશાલયે કાળાધનને સફેદ કરવાની તપાસ શરૂ કરી દીધી છે.
આવકવેરા વિભાગ અને ઈડી કરશે વેરીફિકેશન
આવકવેરા વિભાગ અને ઈડી હવે 8થી 10 નવેમ્બર સુધી સોનુ ખરીદનાર અને વેચનારાઓનુ વેરીફિકેશન કરવા જઈ રહી છે. સાથે જ બંને વિભાગ આ 3 દિવસમાં સોનુ હીરા અને વિદેશી મુદ્રા ખરીદનારાઓની તપાસ કરવાની તૈયારીમાં છે.
લિસ્ટ તૈયાર - આવકવેરા વિભાગ અને ઈડીના અધિકારી એ લોકોની લિસ્ટ તૈયાર કરવામાં લાગ્યા છે જેમને 8 થી 10 નવેમ્બર વચ્ચે સોનુ હીરા અને વિદેશી મુદ્રાનુ ખરીદ વેચાણ કર્યુ છે. વિભાગ પહેલા તેમનુ વેરીફિકેશન કરવા જઈ રહી છે.
બધાએ આપવો પડશે હિસાબ
જ્યારબાદ સંબંધિત લોકોને ખરીદ-વેચાણની રકમનો હિસાબ આપવો પડશે અને બતાવવુ પડશે કે તેમની પાસે અ પૈસા ક્યાથી આવ્યા. બીજી બાજુ ઈંકમટેક વિભાગ અને પ્રવર્તન નિદેશાલય જ્વેલર્સ અને ધાર્મિક સંસ્થાનો પર પણ ખાસ નજર રાખી છે. ઉલ્લેખનીય છે કે આવકવેરા વિભાગ અને ઈડી દિલ્હી, મુંબઈ સહિત અનેક મહાનગરોમાં છાપેમારી દરમિયાન કબજામાં લીધેલ દસ્તાવેજોનુ અવલોકન કરી રહ્યુ છે.
જનધન ખાતા પર પણ નજર
બીજી બાજુ આવકવેરા વિભાગની એ ખાતા પર પણ નજર છે જે પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ ખોલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિભાગ નોટબંધીના એલાન પછી ખાતામાં જમા કરવામાં આવેલ રકમ અને સંબંધિત ખાતાધારકની ઈનકમનુ મિલાન કરશે. જ્યારબાદ ફોર્મમાં દેખાય રહેલ આવકવેરા વિભાગે કાળ ધનકુબેરોના વિરુદ્ધ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.
ये भी पढ़ें
