શુક્રવાર, 6 માર્ચ 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 18 ડિસેમ્બર 2025 (13:40 IST)

પાકિસ્તાન એટલુ લાચાર ! કંડોમ અને સેનિટરી પૈડ પણ સસ્તા નથી કરી શકતુ, IMF એ ચલાવ્યુ હંટર

pakistan helpless
pakistan helpless
આર્થિક તંગીનો સામનો કરી રહેલ પાકિસ્તન ઈંટરનેશનલ મૉનિટરી ફંડ  (IMF) પાસેથી મળેલ લોનના સંકજામાં એટલુ ફસાયુ છે કે તે પોતાના ખર્ચો પર પણ પોતે નિર્ણય નથી લઈ શકી રહ્યુ. તે કંડોમ જેવા ગર્ભ નિરોધકો પર પણ ઈચ્છવા છતા ટેક્સ નથી હટાવી શકી રહ્યુ. પાકિસ્તાન દુનિયામં સૌથી વધુ જનસંખ્યા વૃદ્ધિ દર નોંધાવનારા દેશોમાંથી એક છે. જ્યાના પ્રધાનમંત્રી શહબાજ શરેફ સપનુ જોઈ રહ્યા છે કે કંડોમથી ટેક્સ સંપૂર્ણ રીતે હટાવીને તેને સસ્તો બનવવામં આવે જેથી વધતી વસ્તી ઓછી થાય. પણ ધ ન્યુઝ ની રિપોર્ટ મુજબ IMF એ પાકિસ્તાનના ગર્ભ નિરોધકો પર લાગનારા 18% GST ને તરત જ ખતમ કરવાની અનુમતિ આપવાનો ઈનકાર કરી દીધો છે.   
 
એટલે કે IMF ની આ નામંજૂરી પછી પાકિસ્તાનમાં ગર્ભ નિરોધક સસ્તા નથી થઈ શકે. રિપોર્ટ મુજબ પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવેન્યુ (FBR) એ આ પ્રસ્તાવ મોકલ્યો હતો પણ  IMF એ તેના સંપૂર્ણ રીતે રદ્દ કરી દીધુ છે.  IMF ની તરફથી કહેવામાં આવ્યુ કે આવા મુદ્દા પર ફક્ત આગામી બજેટમાં જ ચર્ચા થઈ શકે છે.  
 
IMF આ નિર્ણય કેમ લીધો ?
અહેવાલ મુજબ, પાકિસ્તાનની ફેડરલ રિઝર્વ બેંક ઓફ પાકિસ્તાને ઔપચારિક રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં IMF મુખ્યાલયનો ઇમેઇલ દ્વારા સંપર્ક કર્યો હતો, જેમાં ગર્ભનિરોધક પર GST નાબૂદ કરવાની વિનંતી કરવામાં આવી હતી. FBRનો અંદાજ હતો કે કર નાબૂદીથી પાકિસ્તાનની તિજોરીને 400 થી 600 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો ખર્ચ થશે. જોકે, IMFના નાણાકીય બાબતોના વિભાગે પાકિસ્તાનના પ્રસ્તાવમાં ઓછો રસ દાખવ્યો હતો.
 
"હવે પ્રશ્ન એ છે કે IMF આ ઉમદા પહેલને મંજૂરી આપવાનો ઇનકાર કેમ લીધો. અહેવાલ મુજબ, IMFએ, પાકિસ્તાનની નાણાકીય મર્યાદાઓ અને તેના સરકારી તિજોરીને ધ્યાનમાં રાખીને, નાણાકીય વર્ષના મધ્યમાં કોઈ કર રાહતનો આદેશ આપ્યો નથી."
 
પાકિસ્તાનનું નાણા મંત્રાલય નાણાકીય વર્ષ 2025-26 માટે 13.979 ટ્રિલિયન રૂપિયાના તેના સુધારેલા આવક લક્ષ્યને પૂર્ણ કરવા માટે પહેલાથી જ સંઘર્ષ કરી રહ્યું હતું. શરૂઆતમાં, તેણે 14.13 ટ્રિલિયન રૂપિયાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો. અહેવાલ મુજબ, બંધ બારણે ચર્ચામાં, IMF સ્ટાફે સ્પષ્ટ કર્યું કે આવી કોઈપણ કર રાહત ફક્ત 2026-27 ના આગામી બજેટમાં જ ધ્યાનમાં લઈ શકાય છે.