સંબંધિત સમાચાર
- નાઈજીરિયામાં ઈંધણના ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ, 18 લોકોના મોત
- હોટલમાં 234 મહેમાનો, આગને કારણે 10ના મોત, તુર્કીમાં 'મૃત્યુ'થી અરાજકતા સર્જાઈ
- Donald Trump ના મુખ્ય આદેશ જેના પર રહેશે દુનિયાની નજર, તમે પણ જાણો તેની ડિટેલ્સ
- વહેલી સવારે 6.4ની તીવ્રતાના ભૂકંપથી ધરતી ધ્રૂજી, 15 ઘાયલ, લોકોમાં ભયનો માહોલ
- અમેરિકામાં ફ્રી સ્પિચ થી લઈને મેક્સિકો બોર્ડર પર ઈમરજન્સી સુધી, જાણો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણની 10 મહત્વપૂર્ણ બાબતો
176 મુસાફરોથી ભરેલ વિમાનમાં લાગી આગ, જાણો કેવી રીતે બચ્યો જીવ - PLANE CATCHES FIRE
દક્ષિણ કોરિયાના હવાઈ મથક પર ઉડાન ભરતા પહેલા એક વિમાનમાં અચાનક આગ લાગી ગઈ. દુર્ઘટના સમયે વિમાનમાં 176 લોકો સવાર હતા. એક વાત સારી રહી કે સમય રહેતા આગ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો અને લોકોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા. દક્ષિણ કોરિયાઈ હવાઈ મથક પર એક મહિનાની અંદર આ બીજી ઘટના છે.
મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે દક્ષિણ કોરિયાના ગિમહે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉડાન ભરતા પહેલા એક યાત્રાળુ વિમાનમાં આગ લાગી ગઈ. પણ વિમાનમાં સવાર બધા 176 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પરિવહન મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે દક્ષિણ કોરિયાઈ એયરલાઈન એયર બુસાન દ્વારા સંચાલિત એયરબસ વિમાન હોંગકોંગ માટે રવાના થવાની તૈયારી કરી રહ્યુ હતુ. ત્યારે વિમાનના પાછળના ભાગમાં આગ લાગી ગઈ.
વિમાનમાં સવાર બધા 176 લોકોને સુરક્ષિત બહાર કાઢવામા આવ્યા. જેમા 6 ચાલકદળના સભ્ય સામેલ હતા. તેમને એસ્કેપ સ્લાઈડનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવ્યા. રાષ્ટ્રીય અગ્નિશમન એજંસીએ એક જાહેરાતમાં કહ્યુ કે નિકાસી દરમિયાન ત્રણ લોકોને સામાન્ય વાગ્યુ છે. અગ્નિશમન એજંસીએ કહ્યુ કે ઘટનાસ્થળ પર ફાયર ફાઇટર અને ફાયર એન્જિનો તૈનાત કર્યાના લગભગ એક કલાક પછી, રાત્રે 11:31 વાગ્યે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ.
An #AirBusan passenger plane caught fire at the airport in #SouthKorea as it was preparing to take off for #HongKong. pic.twitter.com/Jd3SOQS7nI
— Ian Collins (@Ian_Collins_03) January 28, 2025
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિમાન A-321 મોડેલનું છે. દક્ષિણ કોરિયાના મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક પેસેન્જર વિમાન ક્રેશ થયાના એક મહિના પછી આ અકસ્માત થયો છે. વિમાનમાં સવાર ૧૮૧ લોકોમાંથી બે સિવાય બધા માર્યા ગયા.
તે દક્ષિણ કોરિયાના ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી ઘાતક અકસ્માતોમાંનો એક હતો. 29 ડિસેમ્બરના રોજ, બોઇંગ 737-800 વિમાનનું લેન્ડિંગ ગિયર કામ ન કરતા એરપોર્ટના રનવે પરથી લપસી ગયું હતું. તે કોંક્રિટના માળખા સાથે અથડાયું અને આગ લાગી.
વિમાન બેંગકોકથી પરત ફરી રહ્યું હતું અને બે થાઈ નાગરિકો સિવાય બધા પીડિતો દક્ષિણ કોરિયન હતા. સોમવારે જાહેર કરાયેલા ક્રેશ અંગેના પહેલા અહેવાલમાં જણાવાયું હતું કે અધિકારીઓએ વિમાનના એન્જિન પર પક્ષી અથડાવાના નિશાનની પુષ્ટિ કરી છે, જોકે અધિકારીઓએ ક્રેશનું કારણ નક્કી કર્યું નથી.
