પાક.ને જવાબ જલ્દી આપી દેવાશે-ચિદંબરમ

નવી દિલ્હી | ભાષા| Last Modified શનિવાર, 28 ફેબ્રુઆરી 2009 (16:51 IST)

કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમબરમે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલા અંગે પાકિસ્તાને ઉઠાવેલા પ્રશ્નોનો આગામી સપ્તાહમાં જવાબ આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરી છે. તેમજ પાકિસ્તાન વધુ જાણકારી માંગવાનું કહીને તપાસને ગંભીરતાથી લેતું નથી.

કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમબરમે કહ્યું હતું કે અમે પાકિસ્તાને ઉઠાવેલા પ્રશ્નોનાં જવાબ તૈયાર કરી રહ્યાં છીએ. જેમાંના મોટાભાગનાં જવાબો મુંબઈ પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલી ચાર્જશીટમાં સામેલ છે. જે સાર્વજનિક દસ્તાવેજ છે.

તેમજ પાકિસ્તાન દ્વારા ઉઠાવેલા 30 પ્રશ્નોનાં જવાબ માર્ચ મહિનાં પ્રથમ સપ્તાહમાં આપી દેવામાં આવશે. આ જવાબો ગૃહ મંત્રાલય તૈયાર કરી રહ્યું છે. અમને આશા છે કે ત્યારબાદ તેની તપાસને તેનાં મૂળ સુધી લઈ જશે.
તેમણે જણાવ્યું હતું કે અમે પાકિસ્તાનનાં નૌસેનાનાં પ્રમુખ બશીરની ટીપ્પણી કે જેમાં આતંકવાદીઓ સમુદ્ર માર્ગે આવ્યા ન હતા, તે વક્તવ્યને ફગાવી દીધો હતો.


આ પણ વાંચો :