1. મનોરંજન
  2. ગુજરાતી સિનેમા
  3. સમાચાર/ગપસપ
  4. Asha Bhosle Gujarati Song

અલવિદા આશાજી: જેમણે ગુજરાતી સુગમ સંગીત અને ફિલ્મોમાં પોતાના મધુર અવાજથી પ્રાણ ફૂંક્યા, જાણો આશાજીએ ગાયેલા ફેમસ ગુજરાતી સોંગનુ લિસ્ટ

asha bhosle gujarati song
asha bhosle gujarati song
ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું ૯૨ વર્ષની વયે કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું છે. શનિવારે રાત્રે તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રવિવારે ૧૨ એપ્રિલના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના નિધનથી બોલિવૂડ અને સંગીત ક્ષેત્રે કદી ન પૂરાય તેવી ખોટ પડી છે. દેશના દિગ્ગજ નેતાઓ અને અભિનેતાઓએ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે. આવતીકાલે સાંજે ૪ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
 

ગુજરાતી સંગીત સાથે અતૂટ નાતો અને સુવર્ણકાળનું યોગદાન
 

આશા ભોસલેએ માત્ર હિન્દી જ નહીં, પરંતુ અનેક પ્રાદેશિક ભાષાઓમાં હજારો ગીતો ગાયા હતા, જેમાં ગુજરાતી સંગીત સાથે તેમનો અતૂટ અને દાયકાઓ જૂનો નાતો રહ્યો હતો. ગુજરાતી ફિલ્મોના સુવર્ણકાળ દરમિયાન તેમણે અવિનાશ વ્યાસ, ક્ષેમુ દિવેટિયા અને અજીત મર્ચન્ટ જેવા દિગ્ગજ સંગીતકારો સાથે કામ કર્યું હતું. લોકગીતો હોય કે ગરબા, આશાજીએ પોતાની અનોખી શૈલીમાં અનેક યાદગાર ગીતો આપ્યા છે જે આજે પણ દરેક ગુજરાતીના ઘરે-ઘરે ગુંજે છે.
 

હૈયે વસેલા એવરગ્રીન ગીતો: પટોળાંથી લઈને મા પાવા ગઢ સુધી
 

ગુજરાતી સંસ્કૃતિમાં વણાયેલા એવા અનેક ગીતો છે જેમાં આશા ભોસલેએ પોતાનો સ્વર આપ્યો છે. 'માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો', 'છેલાજી રે મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો' અને 'છાનું રે છપનું કંઇ થાય નહીં' જેવા લોકપ્રિય ગીતો આજે પણ તેટલા જ તાજા લાગે છે. આ ઉપરાંત 'જય આદ્યા શક્તિ'ની આરતી હોય કે 'માં પાવા તે ગઢથી' જેવા ગરબા, આશાજીના કંઠે ગવાયેલી આ રચનાઓ ગુજરાતની અસ્મિતાનો એક ભાગ બની ગઈ છે.
 

એક સંગીતમય વારસાનો અંત: પેઢીઓ સુધી ગુંજશે તેમનો અવાજ
 

આશાજીના નિધનથી ભારતીય સંગીતના એક મહાન પ્રકરણનો અંત આવ્યો છે. તેમણે ગાયેલા વિરહના ગીતો, ઉત્સાહભર્યા ગરબા અને જુગલબંધીના શ્રેષ્ઠ ગીતો આવનારી અનેક પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બની રહેશે. 'ઉંચી તલાવડીની કોર' અને 'સોના વાટકડી રે કેસર ઘોળ્યા' જેવા ગીતોના માધ્યમથી તેઓ હંમેશા સંગીતપ્રેમીઓના હૃદયમાં જીવંત રહેશે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ એક એવો સ્વર ગુમાવ્યો છે જેણે પ્રાદેશિક સંગીતને વૈશ્વિક સ્તરે માન અપાવ્યું હતું.
 

આશાજીએ ગાયેલા પ્રખ્યાત ગુજરાતી ગીતો 

 
છેલાજી રે, મારે હાટું પાટણથી પટોળાં મોઘા લાવજો
છાનું રે છપનું કંઇ થાય નહિં
તારી વાંકી રે પાઘલડીનું ફુમતું રે
એક પાટણ શેરની નાર પદમણી
તારો લટકો છે સવા લાખનો
ધમક ધમક ધમ સાંબેલુ
માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો
સોના વાટકડી રે કેસર ઘોળ્યા વાલમીયા
મારા પાલવડે બાંધ્યો જશોદાનો જાયો..
ખમ્મા મારા નંદજીના લાલ
તારા ફળીયામાં પગ નહીં મેલુ
ક્યાં રમી આવ્યા રાસ...
ઉંચી તલાવડીની કોર..
છલકાતુ આવે બેડલું
હે રંગલો જામ્યો..
માનું ગગન ઘેરાઈ ગયું..
ઉભી શેરીને ઉભી બજાર..
ફુલડા વિણવા ગઈતી..
મેલો મેલો રે મારગડો
માં પાવા તે ગઢથી
જય આદ્યા શક્તિ
 
આગળનો લેખ
ગુજરાતી જોક્સ - લગ્નની રાત