સંબંધિત સમાચાર
- હાર્દિક પટેલનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું
- 2018 Winter Olympics- Snow Game -ગૂગલ 'સ્નો ગેમ્સ' વિન્ટર ઓલિમ્પિક્સના દિવસ 4
- Hot Photo- ત્રિધા ચૌધરીનો હૉટ બિકની અવતાર
- LOVE STORY:સાનિયા મિર્જાના આ રીતે દીવાના થયા કે લગ્ન પહેલા તેમના ઘરમાં રહેવા લાગ્યા હતા. શોએબ મલિક
- રસગુલ્લાની "જંગ"માં પશ્ચિમ બંગાળના આ તર્ક પડ્યા ભારે, 2 વર્ષ પછી મળી ઓડિશા પર જીત લીધી છે.
Twitter એ પોતાના 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવાની સલાહ આપી
સોશિયલ મીડિયા કંપની ટ્વિટરે પોતાના લગભગ 33 કરોડ યૂઝર્સને પાસવર્ડ બદલવાનુ કહ્યુ છે. જોકે ટ્વિટરે એ પણ કહ્યુ કે આંતરિક તપાસમાં જોવા મળ્યુ છે કે પાસવર્ડ ચોરાયા નથી કે ન તો તેનો કોઈ ખોટો ઉપયોગ થયો છે. પણ સાવધાનીને ધ્યાનમાં રાખતા બધા યૂઝર્સને અપીલ કરી છે કે તેઓ પોતાનો પાસવર્ડ બદલી નાખે..
પણ તેનાથી કેટલા પાસવર્ડ પ્રભાવિત થયા છે એ કંપનીએ હજુ સુધી જણાવ્યુ નથી.
રૉયયર્સે વાતચીતમાં સાઈટને કહ્યુ છે કે આ ભૂલ કેટલા અઠવાડિયા પહેલા જાણ થઈ હતી. ટ્વિટરના ચીફ એક્ઝીક્યૂટિવ જૈક ડોર્સે ટ્વીટ કર્યુ કે..
એક તકનીકી ખામીને કારણે કેટલાક પાસવર્ડ કંપનીના આંતરિક કમ્પ્યુટર સિસ્ટમમાં સ્ટોર થઈ ગયા હતા. ટ્વિટરે એક બ્લોગ પોસ્ટ કરતા કહ્યુ કે અમને આ વાતનો ખેદ છે કે આવુ કંઈક થયુ.
યૂઝર્સને સલાહ આપવામાં આવી છે કે યૂઝર્સ એકાઉંટને હૈંક થવાથી બચાવવા માટે બે સ્તરીય પ્રમાણિકતાનુ પાલન કરે.

