ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 માર્ચ 2018 (13:11 IST)

હાર્દિક પટેલનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું

પાટીદાર અનામત આંદોલનના સમિતિના નેતા હાર્દિક પટેલનું ટ્વટર અકાઉન્ટ હેક થયું હોવાના અહેવાલ મળ્યા છે. શુક્રવારે સવારેથી સોશિયલ મીડિયામાં કંઇપણ પોસ્ટ કરવા માટે સક્ષમ ન હોવાનો હાર્દિકે દાવો કર્યો. તેની સોશિયલ મીડિયા ટીમ હજુ સુધી પાસવર્ડ રિકવર નથી કરી શકી. રાજ્યભરમાંથી હાર્દિકે 10 યુવાનોની સોશિયલ મીડિયા ટીમની વરણી કરી છે.આ ટીમ હાર્દિકના વિવિધ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ હેન્ડલ કરે છે. ગુરુવારે રાત્રે તેના ફેન સાથેના હાર્દિકના 3 ફોટો અકાઉન્ટમાંથી શેર કરાયા હતા. બીજી સવારથી હાર્દિક ટ્વિટર લોગઇન કરવામાં અક્ષમ રહ્યો હતો.હાર્દિકે કહ્યું કે, “વિવિધ સામાજિક અને પોલિટિકલ સબજેક્ટ પર હું મારા વિચારો જણાવવા માટે દરરોજ સોસિયલ મીડિયાનો ઉપયોગ કરું છું. પણ શુક્રવારે મારું અકાઉન્ટ લોગઇન ન થતાં મારી સોશિયલ મીડિયા ટીમને જાણકારી આપી હતી. ત્યારે અકાઉન્ટ હેક થયું હોવાનું તેમણે મને જણાવ્યું.

આ સમસ્યાના સમાધાન માટે અમે કેલિફોર્નિયામાં ટ્વિટરના હેડક્વાર્ટરનો સંપર્ક સાધ્યો હતો. જો કોઇ રસ્તો નહીં મળે તો અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરીશું.”ઉલ્લેખીય છે કે હાર્દિક પટેલ સોશિયલ મીડિયામાં સતત એક્ટિવ રહેતો યુવા નેતા છે. ટ્વિટર પર હાર્દિકના 4.40 લાખ ફોલોઅર્સ છે અને ટ્વિટર પર તે વેરિફાઇડ યુઝર છે. માત્ર ટ્વિટર પર જ નહીં ફેસબુક પર પણ હાર્દિક ભારે લોકપ્રિય છે. ફેસબુક સૌથી વધુ લાઇવ વ્યૂવર્સ મેળવનાર હાર્દિક એકમાત્ર નેતા બની ગયો છે.