સાબુદાણાના વડા
|
વિધિ - સાબુદાણાને રાત્રે પલાળી મૂકવા, તેમાં પાણી અડધો કપ જેટલુ જ રહેવા દેવુ. સવારે સાબુદાણા ફૂલી જશે. સીંગદાણા સેકીને છોલી લો અને તેને મિક્સરમાં વાટી લો. બટાકાને બાફીને છોલી લો. હવે સાબુદાણાની અંદર બટાકાને મસળી લો. તેમા સીંગદાણાનો ભૂકો, લીલા મરચા ઝીણા સમારીને નાખો, જીરુ, ખાંડમ મીઠુ, લીંબુનો રસ અને ઘાણા નાખીને તેને સારી રીતે મસળી લો.
હવે આ મિશ્રણના ગોળ વડા બનાવી તેને થોડા ડબાવી વચ્ચે ટચલી આંગળી વડે કાણું પાડી દો. બધા વડા આ રીતે બનાવી લો. એક કઢાઈમાં તેલ લઈને તેને ખૂબ તપાવી લો. પછી ધીમા ગેસ પર બધા વડા તળી લો.
દહીં સાથે કે લીલી ફરિયાળી ચટણી સાથે આ વડાને ગરમા-ગરમ પીરસો.
નોંધ - જો આ વડા તેલમાં છૂટા પડતા હોય તો મિશ્રણમાં થોડો રાજગરાનો કે શિંગોડાનો લોટ ઉમેરીને પણ બનાવી શકાય છે.