સંબંધિત સમાચાર
- Shivratri - મહાશિવરાત્રિ પૂજા વ્રત વિધિ
- Tantra Mantra - બુધવારે કરવામાં આવેલ આ કામ તમને બનાવશે કુબેર સમાન ધનવાન
- અંતરને અજવાળતું પ્રકાશ પર્વ એટલે દિવાળી, દિવાળી વિષે આટલું જરૂર જાણીએ અને સમજીએ
- શિવજીને ભાગ અને ઘતૂરો શા માટે પસંદ છે ?( see Video)
- બુધવારથી અધિકમાસ શરૂ - અધિકમાસ મતલબ દાન-પુણ્ય કમાવવાનો મહિનો
જાણો ભોળાનાથને કયુ અન્ન અર્પણ કરવાથી કયુ ફળ પ્રાપ્ત હોય છે
ભગવાન શિવને બિલ્વપત્ર, જળ, દૂધ, ભાંગ ધતૂરો વગેરે વસ્તુઓ ચઢાવવામાં આવે છે. આ જ રીતે ભોલેનાથે પર અનાજ ચઢાવવાથી પણ તેમની કૃપા પ્રાપ્ત કરી શકાય છે. ભગવાન શંકરને જુદા જુદા અન્ન અર્પણ કરીને વિવિધ કષ્ટોનુ નિવારણ થાય છે. અન્નને ચઢાવીને ઈચ્છિત ફળની પ્રાપ્તિ કરી શકાય છે. આવો જાણીએ કયા અન્નથી થશે કંઈ ઈચ્છા પૂરી...
- ભગવાન શિવ પર ચોખા અર્પિત કરવાથી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
- ભોલેનાથને તલનુ અર્પણ કરવાથી પાપ નષ્ટ થાય છે.
- દુ:ખોના નાશ અને સુખોમાં વૃદ્ધિ માટે ભગવાન શંકર પર જવ ચઢાવો.
- ઘઉ ચઢાવવાથી સંતાન વૃદ્ધિ થાય છે.
- ભગવાન શિવ પર મગ અર્પિત કરવાથી સુખની પ્રાપ્તિ થાય છે.
- ભોલેનાથ પર પ્રિયંગુ (જુવાર જે દાણા પક્ષીઓને નાખવામાં આવે છે)નુ અર્પણ કરવાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ભગવાન શિવને આ અનાજ ચઢાવ્યા પછી ગરીબોમાં વહેંચી દેવુ જોઈએ.