મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. મહાશિવરાત્રિ
Written By

શિવજીને ભાગ અને ઘતૂરો શા માટે પસંદ છે ?( see Video)

ભોલેનાથની પૂજાનો સૌથી ખાસ દિવસ મહાશિવરાત્રિન બસ થોડા જ દિવસ બચ્યા છે. આ અવસર પર શિવજીને પ્રસન્ના કરવા માટે ભકત ભાંગ ઘતૂરાને ચઢાવતા જોવા મળશે. પણ ક્યારેય વિચાર્યુ છે કે શિવને આવી નશીલી વસ્તુઓ જ કેમ ગમે છે.

આની પાછળ પુરણોમાં જ્યા ધાર્મિક કારણ બતાવાયુ છે તો બીજી બાજુ આનો વૈજ્ઞાનિક આધાર પણ છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો ભગવાન શિવને કૈલાશ પર્વત પર રહેનારા બતાવાયા છે.

અહી અત્યંત ઠંડો પ્રદેશ છે. જ્યા આવો આહાર અને ઔષધિની જરૂર હોય છે જે શરીરની ગરમી પ્રદાન કરે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ભાંગ અને ધતૂરો સીમિત માત્રામાં લેવામાં આવે તો તે દવાનુ કામ કરે છે અને શરીરને અંદરથી ગરમ રાખે છે.

શિવજીના ભાંગ ખાવા પાછળનુ ધાર્મિક કારણ

જ્યારે કે ધાર્મિક દ્રષ્ટિથી આ પાછળનું કારણ દેવી ભાગવત પુરાણમાં બતાવવામાં આવ્યુ છે. આ પુરાણ અનુસાર શિવજીએ જ્યારે સાગર મંથનમાંથી નીકળેલ તત્કાલ વિષ પી ગયા, ત્યારે તેઓ વ્યાકુળ થવા લાગ્યા.

ત્યારે અશ્વિની કુમારોએ ભાંગ, ધતૂરો વેલ વગેરે ઔષધિઓથી શિવજીની વ્યાકુળતા દૂર કરી. ત્યારથી શિવજીને ભાંગ ધતૂરો પ્રિય છે. જે પણ શિવજીને ભાંગ ધતૂરો અર્પિત કરે છે તેના પર શિવજી પ્રસન્ન થાય છે.