સંબંધિત સમાચાર
- UP Lakhimpur Violence: મૃતકોના પરિવારને મળશે 45-45 લાખ અને સરકારી નોકરી, યોગી સરકારે કર્યુ એલાન
- પોલીસે હિંસા બાદ વાયરલ વીડિયોથી 24 લોકોની ઓળખ કરી છે
- બાદશાહને ભાઈજાનનો સાથ:આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં ધરપકડ થતાં સલમાન ખાન શાહરૂખને મળવા પહોંચ્યો
- કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની રસ્તામાં સીતાપુરમાં ધરપકડ કરાઈ જેમાં તેમની યુપી પોલીસ સાથે આકરી બોલાચાલી થઈ
- UP ના પૂર્વ CM અખિલેશ યાદવની અટકાયત
આર્યન ખાનના કેસની સુનવણી આજે 4 ઓક્ટોબર બપોરે થશે
આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને મુનમુન ધમેચાને કોર્ટએ એક દિવસ એટલે કે 4 ઓક્ટોબર સુધીની એનસીબી કસ્ટડી આપી. હવે આ કેસની સુનવણી આજે 4 ઓક્ટોબર બપોરે થશે. આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે આજે રેગુલર કોર્ટમાં જામીનની અરજી આપશે.
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ્સમા કહેવામાં આવ્યું છે કે, પૂછપરછ દરમિયાન આર્યન રડ્યો હતો. રિપોર્ટમાં દાવો કરાયો છે કે, એનસીબીના અધિકારીઓના સૂત્રોએ ખુલાસો કર્યો હતો કે, સ્ટાર કિડ પૂછપરછ દરમિયાન ભાંગી પડ્યો હતો અને તેવો ખુલાસો કર્યો હતો કે ચાર વર્ષથી ડ્રગ્સ લઈ રહ્યો છે.
આર્યન ખાનની ધરપકડ બાદ બોલિવૂડ અભિનેતા સલમાન ખાન શાહરૂખ ખાનના ઘરે જતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે સલમાન ખાન શાહરૂખને મળવા માટે તેના બંગલા મન્નત પહોંચ્યો હતો. તે જ સમયે, પુત્રની ધરપકડની પુષ્ટિ થયાના થોડા સમય પહેલા, શાહરૂખ ખાન પણ તેના ઘરેથી તેના વકીલની ઓફિસ તરફ ચાલતો જોવા મળ્યો હતો.
આર્યન ખાનની ડ્રગ્સ કેસમાં 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટે તેને એક દિવસની કસ્ટડીમાં મોકલ્યો હતો. 3 ઓક્ટોબરે મોડી રાત્રે શાહરુખ ખાનના મન્નત બંગલે સલમાન ખાન આવ્યો હતો. માનવામાં આવે છે કે શાહરુખ ખાન દીકરાની ધરપકડથી એકદમ ભાંગી પડ્યો હતો અને સલમાને તેને સાંત્વના આપી હતી.
મન્નત' પર આખો દિવસ ભીડ રહી
આર્યન ખાનની ધરપકડ થવાને કારણે શાહરુખના બંગલે મન્નતમાં મોડી સાંજ સુધી લોકોની ભીડ જમા થઈ હતી. લોકો મન્નતની નેમપ્લેટ આગળ સેલ્ફી લેતા હતા. આર્યનની ધરપકડ થવાને કારણે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.
