સંબંધિત સમાચાર
- Dolo 650 દવાનો ઉપયોગ વધવા પાછળનું મુખ્ય કારણ શું છે? આ દવા ક્યારે લેવી અને શું છે આડઅસર?
- Corona Omicron cases in India - ભારતમાં 24 કલાકમાં કોરોનાના કેસ 2,64,202 નવા કેસ નોંધાયા
- Coronavirus Nibandh - કોરોના વાયરસ પર ગુજરાતીમાં નિબંધ (ઘોરણ 8-9 માટે)
- Omicron ના 3 સૌથી મોટા લક્ષણ જોતા જ થઈ જાઓ સાવધાન, તરત કરો આ કામ
- Coronavirus Omicron Cases India - ત્રીજી લહેરમાં પ્રથમ વખત એક દિવસમાં 1.50 લાખ નવા કેસ; પીએમ મોદીએ સાંજે 4:30 કલાકે ઈમરજન્સી બેઠક બોલાવી
Coronavirus Updates- દેશમાં કોરોના કેસમાં આવી કમી 24 કલાકમાં નોંધાયા 2.58 લાખ કેસ ઓમિક્રોન કેસ 8 હજાર પાર
દેશમાં કોરોના (Corona) અને ઓમિક્રોન (Omicron) ના તીવ્રતાથી વધી રહ્યા કેસની વચ્ચે રાજ્યએ પ્રતિબંધમાં સખ્તી કરી છે. કોવિડના દૈનિક કેસ ઘણા દિવસોથી 2.5 લાખથી વધારે નોંધાઈ રહ્યા છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,58,089 નવા કેસ સામે આવ્યા છે. તેમજ 385 લોકોની આ મહામારીની ચપેટમાં આવવાથી મોત થઈ ગઈ. આ દરમિયાન 1,51,740 કોરોના દર્દીઓની રિકવરી થઈ.
ગઈકાલની સરખામણીએ દેશમાં 13,113 ઓછા કેસ નોંધાયા છે. અગાઉ શનિવારે દેશમાં કોવિડ-19ના 2,71,202 નવા કેસ નોંધાયા હતા. તે જ સમયે, કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના આંકડા વધીને 8,209 થઈ ગયા છે. નિષ્ણાતોના મતે, દરેક નમૂનાનું જીનોમ સિક્વન્સિંગ કરવું શક્ય નથી પરંતુ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાયરસની આ લહેર મુખ્યત્વે ઓમિક્રોનને કારણે છે.

