સંબંધિત સમાચાર
- Nirbhaya Case: નિર્ભયાના દોષીઓની ફાંસીની સજા ટળી, પટિયાલા હાઉસ કોર્ટે લગાવી રોક
- નિર્ભયા કેસ/નવુ ડેથ વોરંટ - ચારે દુષ્કર્મીઓને હવે 1 ફેબ્રુઆરીના રોજ સવારે 6 વાગ્યે અપાશે ફાંસી, રાષ્ટ્રપતિએ મુકેશની દયા અરજી કરી રદ્દ
- નિર્ભયા કેસ મામલે 17 ડિસેમ્બરે સુનાવણી
- Nirbhaya- નિર્ભયા દોષિતોને પાસે સાત દિવસનો સમય છે, એક સાથે થશે ફાંસી
- 67 એકર જમીન.. ટ્રસ્ટનુ નામ.. PM મોદીએ કર્યુ અયોધ્યા રામ મંદિર પ્લાનનુ એલાન
નિર્ભયા કેસના દોષીઓને એક સાથે જ ફાંસી, 7 દિવસમાં અજમાવી લે બધા કાયદાકીય વિકલ્પ - દિલ્હી HC
નિર્ભયા કાંડના દોષિતોને વહેલી તકે ફાંસી પર લટાકાવવા માટેની કેન્દ્ર સરકારની અને દિલ્હી પોલીસની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે.
કોર્ટે કહ્યુ હતુ કે, તમામને એક સાથે ફાંસી થશે.તેની સાથે સાથે કોર્ટે તમામ આરોપીઓને તેમને મળતા કાનૂની વિકલ્પોનો ઉપયોગ એક સપ્તાહની અંદર કરી લેવાનો આદેશ આપ્યો છે.
આ દોષિતોની દયા અરજી ફગાવી દેવામાં આવી છે અથવા કોઈપણ ફોરમમાં તેમની કોઈ અરજી પેન્ડિંગ નથી. તેમને ફાંસી પર લટકાવવામાં આવે. કોઈ એક દોષીની અરજી પેન્ડિંગ હોવા પર બાકી 3 દોષિતોને ફાંસીથી રાહત ના આપવામાં આવી શકે. આ મામલે દિલ્હી હાઈકૉર્ટે રવિવારનાં ખાસ સુનાવણી કર્યા બાદ પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો છે. નિર્ભયાનાં માતા-પિતાનાં વકીલોએ મંગળવારનાં દિલ્હી હાઈકોર્ટનાં ન્યાયાધીશ સુરેશ કુમાર કૈતની સમક્ષ મામલાને તાત્કાલિક રજૂ કર્યો અને સામૂહિક દુષ્કર્મ તેમજ હત્યાનાં ચારેય દોષિતોની વિરુદ્ધ ડેથ વોરંટ પરથી રોક હટાવવાની માંગ કરનારી કેન્દ્રની અરજીનું જલદી નિરાકરણ લાવવાની માંગ કરી
